SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર શરૂ કર્યું અને લેખ લખ્યો. પત્રકારત્વની કઠોર મહેનત કરી અને વાસુદેવભાઈ પાસેથી પત્રકારત્વની તાલીમ પણ મળી. ૧૯૭૯માં ‘અખબારી લેખન’ નામનું પુસ્તક કુમારપાળ દેસાઈએ લખ્યું. એ સમયે એમ મનાતું કે પત્રકારત્વનું લખાણ માત્ર પ્રેરણાથી લખાય. હકીકતે તેમ નથી. ‘અખબારી લેખનમાં વાસુદેવભાઈનું ઘણું માર્ગદર્શન મળ્યું. તેમની સાથે ગાઢ સંબંધ થયો. પછી તો વાતો ચાલે. તેમના જીવનની કેટલીય ઘટનાઓ કહે. પાછળના સમયમાં તો વાસુદેવભાઈ કુમારપાળ દેસાઈના મિત્ર હોય તેમ સલાહ પણ લેતા. કુમારપાળ દેસાઈના લેખનકાર્યનો આરંભ ૧૯૫૩થી થયો. જયભિખુ સાહિત્યક્ષેત્રે આગળ હતા. જયભિખુએ ૩૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમણે તેમની નવલકથાઓમાં ઇતિહાસને જાણે કે જીવંત કર્યો છે. કુમારપાળ દેસાઈએ જ્યારે ‘ઝગમગ માં પહેલી વાર્તા લખી ત્યારે નીચે શું નામ લખવું તેની મૂંઝવણ તેમને હતી. કુમારપાળ દેસાઈ એવું નામ લખે તો જયભિખ્ખના પુત્ર છે તેમ ખબર પડે અને વાર્તા છાપે જ. પણ તેમણે તેમ ન કરતાં ‘કુ. બા. દેસાઈના નામથી પ્રથમ વાર્તા લખી. છપાઈ અને વખણાઈ. તંત્રીને પાછળથી ખબર પડી કે કુ. બા. દેસાઈ એ જયભિખુના પુત્ર છે. અહીંથી કુમારપાળ દેસાઈની સાહિત્યસર્જન યાત્રા શરૂ થાય છે. જેના વિશે હવે પછી જોઈશું. જિલ્લા I[, શાના' ચરિત્ર સાહિત્ય નાક્રમની માંધ પરä રાકૃદ્ધિનું વિખર સી૩ નાયક ) BINET (મામાના શાસ્ત્રી. = *મારપામin સાઈ માનવતાની મહેક અપંગનાં નક્ષના યાત્રી થી ઓજસ
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy