SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ માટે હરિ ઓમ આશ્રમ પ્રેરિત પારિતોષિક (૧૯૮૩) ગુજરાત સરકાર દ્વારા અહિંસા યુનિવર્સિટીના એક્ટ એન્ડ પ્રોજેક્ટ સમિતિના ચેરમેન તરીકે કામગીરી. અત્યારે જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટ, લાડનૂના પ્રોફેસર એવું એમનીટ્સ ગુજરાત વિદ્યાપીઠના એડજક્ટ પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા. પત્રકારત્વ સામાન્ય રીતે ઓડિટોરીયલ પેજ પર તંત્રી લેખની બાજુમાં રાજ કીય, સામાજિક કે સાંપ્રત વિષય પરના લેખો આવતા હોય છે, જ્યારે ‘ગુજરાત સમાચારમાં છેલ્લાં ૬૩ વર્ષથી ‘ઈટ અને ઇમારત' કૉલમ પ્રગટ થાય છે, જેમાં મૂલ્યનિષ્ઠ સાહિત્ય, સામાજિક ઉત્થાન કરે તેવા પ્રસંગો અને વિચારો અભિવ્યક્ત કરવામાં આવે છે. આ કૉલમ ૧૯પ૩ થી ૧૯૬૯ સુધી સાક્ષર જયભિખ્ખ લખતા હતા. એમના અવસાન પછી ઘણી યુવાન વયે કુમારપાળ દેસાઈએ આ કૉલમ લખવાની શરૂઆત કરી અને એ રીતે છેલ્લાં ૬૩ વર્ષથી સતત ચાલતી આવતી આ લોકપ્રિય કોલમ ગુજરાતના સંસ્કાર ઘડતરમાં આગવી બની રહી દિવસનો પરિસંવાદ યોજ્યો હતો અને એના ફળરૂપે ‘સાહિત્ય અને પત્રકારત્વ' નામે પુસ્તક પ્રગટે કર્યું હતું. પત્રકારત્વમાં આપેલા યોગદાન અંગે કુમારપાળ દેસાઈને ઘણાં ઍવૉર્ડ મળ્યા છે. તેમાં પત્રકાર યક્ષેશ શુક્લ ઍવૉર્ડ, નયનજ્યોત ઍવૉર્ડ , નવચેતન સામયિક દ્વારા રજતચંદ્રક અને નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા ‘ગૌરવ ઍવૉર્ડ’ તેમજ ‘મિલેનિયમ ઍવૉર્ડ' નવગુજરાત મલ્ટિ કોર્સ ઇન્સ્ટિટ્યૂટના જર્નાલિઝમના ડાયરેક્ટર તરીકે કામ કરનાર કુમારપાળ દેસાઈએ વર્ષો સુધી પત્રકારત્વ વિષયના વ્યાખ્યાતાનું કામ કર્યું છે અને એમના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વમાં વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી છે. રમતગમત ગુજરાતમાં એક સમયે ક્રિકેટના એન્સાયક્લોપીડિયા તરીકે જાણીતા. કુમારપાળ દેસાઈએ લખેલાં ‘ક્રિકેટનાં વિશ્વવિક્રમો’, ‘ભારતીય ક્રિકેટરો’ અને ‘ક્રિકેટ રમતા શીખો' (ભાગ-૧-૨)ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખેલાં પુસ્તકોની એક લાખથી વધુ નકલો વેચાઈ હતી. દાયકાઓ સુધી અગ્રણી રમતસમીક્ષક તરીકે અખબારોમાં સમીક્ષા લખનાર તથા રેડિયો અને ટેલિવિઝન પર ક્રિકેટ અને ફૂટબોલની સમીક્ષા કરનાર. ભારતમાં થતાં મહત્ત્વનાં ક્રિકેટ પ્રવાસ સમયે ‘ક્રિકેટ જંગ' નામના સામયિકનું પ્રકાશન, ઇંગ્લેન્ડની ક્રિકેટર મેગેઝીન ક્લબના સદસ્ય સુરત સીટી જર્નાલિઝ વેલફેર ફંડ સંસ્થા દ્વારા બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો ઍવૉર્ડ (૨૦૧૦) ધર્મદર્શન જૈનદર્શનનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન, પ્રવચનો, પુસ્તકો, કૉલમ્સ અને સંસ્થાઓ દ્વારા જૈનદર્શનની વ્યાપક જનસમૂહને સ્પર્શે તેવી પ્રસ્તુતિ કરનાર. જૈનદર્શન વિષયક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ૭૦ પુસ્તકો, માત્ર ૧૧ વર્ષની ઉંમરે પત્રકારત્વમાં લેખનનો પ્રારંભ કરનાર કુમારપાળ દેસાઈ છેલ્લાં પપ વર્ષથી મૂલ્યનિષ્ઠ, પ્રેરક તથા સમાજ અને રાષ્ટ્રને સુદઢ બનાવે તેવા કૉલમ્સ લખી રહ્યા છે. ગુજરાત સમાચારમાં ‘ઇંટ અને ઇમારત' ઉપરાંત ‘આકાશની ઓળખ', ‘ઝાકળ બન્યું મોતી', ‘પારિજાતનો પરિસંવાદ’ અને ‘જાણ્યું છતાં અજાણ્યું” જેવાં કૉલમ્સ લખનાર કુમારપાળ દેસાઈ વિદેશ યાત્રાએ હોય કે પ્રવાસમાં હોય, તો પણ એમની નિયમિતતા ને કારણે ક્યારેય એક પણ કૉલમ પ્રગટ થાય નહીં તેમ બન્યું નથી. ગુજરાત ગ્રંથનિર્માણ દ્વારા પ્રગટ થયેલ અખબારમાં કૉલમ્સ, તંત્રીલેખ અને લેખો કેવી રીતે લખાય તેની ચર્ચા કરતું ‘અખબારી લેખન' પુસ્તક વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને અત્યંત ઉપયોગી બની રહ્યું છે અને એને ગુજરાત સાહિત્ય એકેડેમીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘સાહિત્ય અને પત્રકારત્વ' વિશે બે
SR No.034289
Book TitleAajno Aapno Padkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVishva Vikas Trust
Publication Year2017
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy