SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મોન્ટા-કૉલાજ : પ્રતીક્ષાના સમુદ્રનાં ઊછળતાં મોજાં જોવા જઈએ રે....'માં લયની રમતથી લયલા – ચંદ્રમુખી – દેવદાસ – પારુ – કાગડો – દુહો – ઉંદર - ગ્લાસ – કુત્તો – નટ – મોહન – કુંવરબાઈ – કાળ – વાણિયો – પટેલ – ધન – ચકર – શાયર – લાયર એમ અસંખ્ય પદાર્થોનું મોન્ટાજ ગોઠવીને, કવિતાનું મિલ્કશેઇક બનાવીને, વિષાદનો કડવો સ્વાદ કરાવે છે. ‘મિત્રોને’ એ કાવ્યમાં કવિ તેમને સુધારવા માગતા મિત્રોની સામે પોતાનો “હું” ધરે છે : “આ નાશના વિનાશની પાછળ સપનાંઓની લાશ પડી છે : એની કબર ઉપર રંગીન ફૂલો ઉગાડીને શબ્દસંનિધિ ચંદ્રકાન્ત ટોપીવાળા અને બીજાઓએ તેનો કવિતામાં વિનિયોગ કરેલો છે અને તેમાંથી વિભિન્ન માનસિક સ્થિતિઓને વ્યંજિત કરતી અસર ઉપસાવી છે. જગદીશ જોષીની વિશિષ્ટતા એ છે કે તે પોતાને મળેલ મર્યત્વની વેદનાને વિવિધ સંદર્ભોમાંથી, તીવ્ર અને મંદ સ્વરમાં, લાગણીવેડામાં ઊતર્યા વગર, ટાઢાબોળ લાવામાં બોળેલા શબ્દોથી આકૃત કરે છે. સંગ્રહના પાંચમા કાવ્યનું શીર્ષક ‘મોન્ટા-કૉલાજ' છે. તેમાં સમગ્ર સંસારમાં ચાલતાં તદ્દન વિરૂપ અને વિસંગત દૃશ્યોનું વિચિત્ર મિશ્રણ ‘પારદર્શક કાચના બનાવેલ વૅનીશને બ્લાઇન્ડની પટ્ટીઓ’ પર શ્વાસની તેજીલી ગતિથી જામતા વરાળના થરને ભેદીને જોવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. તેમાંથી તેને દુનિયાની ‘બખોલપરસ્ત રંગીની’ દેખાય છે તે ‘આદ્યા પ્રકૃતિની સહજ રસિકતા' હોય તો પણ કવિને મન તો માનવપ્રકૃતિની ‘રસિક-રિક્ત-તા” જ છે. ‘Hospital-IC.C.U.’ એ કાવ્યમાં તેમની આ નિરાશા વધુ ઘેરી બને છે. ખુદ મૃત્યુની મોઢામોઢ મુલાકાત લીધી હોય તેવું સંવેદન તેમાંથી નિષ્પન્ન થાય છે. તેમાં લોહીનું રુદન અને તેનું ગાન હૉસ્પિટલના વાતાવરણમાં તે સંભળાવે છે. કવિ હૃદયરોગના દર્દી તરીકે હૉસ્પિટલમાં રહે છે ત્યારે રબરસોલ પહેરેલી નર્સે તેમને બિલ્લીપગા મૃત્યુની ચેતવણી આપતી “ધોળી દીવાદાંડી’ રૂપે દેખાય છે. દર્દનીગળતા દુહાઓ અને સામાન્ય રીતે ન પકડાતા શબ્દો અને સૂરોને ઝડપી લેવા મથતા એરિયલનું કામ કરતું કવિનું હૃદય : આ બધું એકબીજાના સાન્નિધ્યમાં juxtapositionથી મૃત્યુના ઝાંખા સાક્ષાત્કારની મુધર વેદનાને ધ્વનિત કરે છે. ‘બારીમાંથી 'માં પણ બતાવ્યું છે તેમ જીવવું કે ભરવુંના બે સમાંતર લોખંડી પાટા પર સ્વપ્નને ધખધખ ચાલતી ટ્રેનમાંથી ગામડું અને સ્મશાન દેખાય છે ને છેવટે પશ્ચિમને બદલે પૂર્વના પ્લેટફોર્મ પર ઊતરી પડવાને કારણે “કોઈક અજાણ્યો ચહેરો’ બચોળિયાની માફક પુલ ઓળંગાવે છે તેનું નામ જિંદગી ! ‘હાલોને મધરાતની શાંતિની ઝારીમાંથી ધીરે ધીરે સીંચ્યા કરું છું મારા એકલવાયા અજંપાનું ઉષ્ણોદક...હું આ કરમાયેલા બગીચામાં જોઉં છું :” ઝીંકાતા મેઘનો હું ખીલતા ફૂલનો હું સળ કતી વીજળીનો હું છુપાવેલ નંબરનો હું ફરતા ડાયલનો હું ઘરેણાંગર્ભ છાયલનો હું કરમાતાં તુલસીનો હું ઊછકતા બાળકનો હું ઊછળતા સંતાનનો હું ભૂંસાતા ચાંદલાનો હું ભસતા કૂતરાનો હું ફરકતા સઢનો હું મરતા પિતાનો હું.....” ‘કુરતાના લાજમાર્ગ” પર ઘવાયેલા, દુભાયેલા, કુણાયેલા પોતાના હુંની જ એ કથા છે. જેમાં રોઝીના મરી ગયા પછી સુનો પડેલો ખીલો ખાલી ગમાણમાં સુંધે એવી ચેષ્ટા પોતાની પણ છે એમ કહે છે. અભાવમાંથી ઊભી થતી એકલતાની વેદના એમણે પારડી ગાયના ખાલી આંચળ ધાવતા વાછરું, ભાગવત પરના આંધળાં ચશમાં, ગૂંચળું થઈને પડેલી રુદ્રાક્ષની માળા, પારુ-ચંદ્રમુખી કે તેમની વેદનાને
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy