SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ મુનશીના કવનકાળ દરમ્યાન રાષ્ટ્રીય હિલચાલને લીધે માત્ર નવલકથાથી જીવન ઘડનારા ઓછા માણસો હતા. વળી મુનશીએ અસ્મિતા અને સ્વતંત્રતાનો સંદેશ આપ્યો, પરંતુ એ સમયે સમાજ ગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત હતો, તેને મુનશીની વિચારસરણી કે ભાવનાઓ અભિભૂત કરી શકી નહીં. એથી ગોવર્ધનરામનાં પાત્રો અને તેમાંય સ્ત્રીપાત્રોએ જેટલી અસર ગુજરાત પર કરી છે, તેટલી મુનશીનાં સ્ત્રીપાત્રો કરી શક્યાં નથી. મુનશી સ્વભાવે રૂઢિભંજ ક અને નવીનતાપ્રિય છે, તો ગોવધર્મનરામની પ્રકૃતિ શિષ્ટ, સમન્વયપ્રિય છે. બંનેનાં સ્ત્રીપાત્રોમાં તેમની પ્રકૃતિના ગુણો તરી આવ્યા છે. મુનશીનાં સ્ત્રીપાત્રો વાચકના ચિત્તને આંજી દે છે, જ્યારે ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો વાચકના માનસપટ પર સૌમ્ય પ્રભાવ નાંખે છે. મુનશીનાં સ્ત્રીપાત્રો તેજસ્વી છે, આકર્ષક છે તેમજ મનમાં રમ્યા કરે તેવાં છે, પણ તે માત્ર આનંદ આપીને અટકી જાય છે. તેમાંથી આસ્વાદજન્ય આનંદ મળે છે, પણ વાચકની આંતરિક સમૃદ્ધિમાં વધારો થતો નથી. જ્યારે ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો આનંદની સાથે કંઈક ચિંતન પણ આપી જાય છે. આથી જ મુનશીનાં સ્ત્રીપાત્રો કરતાં ગોવર્ધનરામના સ્ત્રીપાત્રો મનમાં વધુ ઊંડી અને ચિરસ્થાયી અસર પેદા કરે છે. બંનેમાં સામ્ય જોવું હોય તો કહી શકાય કે બંને ઉચ્ચ કોટિના સર્જકોનાં માનસસંતાનો છે અને ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાનનાં અધિકારી બન્યાં છે. ગુજરાતી નવલકથાના વિકાસના બે મહત્ત્વના સીમાસ્તંભોના નિદર્શનરૂપ આ બંને મહાન લેખકોનાં સ્ત્રીપાત્રો ચિરસ્મરણીય રહેશે. મોન્ટા-કૉલાજ* : પ્રતીક્ષાના સમુદ્રનાં ઊછળતાં મોજાં કવિશ્રી, જગદીશ જોષીએ અવસાન પહેલાંનાં બે વર્ષ દરમ્યાન રચેલાં (૧૯૭૬-૧૯૭૮) કાવ્યોનો આ સંગ્રહ છે. આની પહેલાં તેમણે બે સંગ્રહો ‘આકાશ’ અને ‘વમળનાં વન' આપેલા, અને તેમાંના કાવ્યકુન્દને કવિતાપારખુઓને પ્રસન્ન કરેલા. આયુષની અર્ધી સદી સુધી પણ નહીં પહોંચેલા આ સંવેદનશીલ કવિને તેમના બીજા સંગ્રહ વમળનાં વન' માટે તો ૧૯૭૭નું ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક પણ એનાયત થયેલું. નિગૂઢ અંતર્થ્યથાને વાચા આપતી તેમાંની કવિતા તો કરુણ છે જ, પણ તે માટે તેમને મરણોત્તર પારિતોષિક આપવાનો પ્રસંગે ઉપસ્થિત થયો તે એમની કવિતાના લય સાથે કરુણતાનો લય સાધવા વિધાતાએ ઊભો કરેલો સંજોગ હતો. કવિમિત્ર અને સહૃદય કવિજીવ સુરેશ દલાલે તેમની સહજસિદ્ધ સંપાદનકલાનો લાભ આ સંગ્રહને આપ્યો છે. જગદીશનાં ચૌદ લાંબાં કાવ્યોને અહીં તેમણે “મોન્ટા-કૉલાજ'માં શોભે તે રીતે ભિન્ન ભિન્ન સામગ્રીમાંથી એક આકાર ઊભો કરી આપે તે રીતે ગોઠવ્યાં છે. મોન્ટા-કૉલાજ' શીર્ષક કવિએ ચિત્રકળાની શૈલીનાં ‘મોન્ટાજ' અને ‘કૉલાજ' નામના સમન્વયથી રચ્યું છે. “મોન્ટાજ' એટલે એકબીજાથી જુદાં તરી આવતાં ચિત્રો કે દેશ્યોને ભેગાં કરીને તેમને એવી રીતે ગોઠવવાં કે એ જુદાં રહે છતાં તેમાંથી એક અખંડ આકાર રચાય. ‘કૉલાજ' એટલે પરસ્પર વિસંગત લાગતા પદાર્થો (જેવાં કે છાપું, ખીલા, કપડું, કૂલ વગેરે) એક પાટી પર ચોંટાડીને તેમાંથી કોઈ પ્રતીકાત્મક અસર સૂચવવાની કરામત. ચિત્રકળાનો આ કસબ આપણી આધુનિક કવિઓએ ઉપયોગમાં લેવા માંડ્યો છે. ગુલામમોહંમદ શેખ, * મોન્ટા-કૉલાજ : કવિ : જગદીશ જોષી, સંપાદક : સુરેશ દલાલ, પ્રકાશક: એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૯, કિં. રૂ. ૧૫ ૧૪૨
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy