SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ પરિભાષામાં જ્ઞાનબોધ આપ્યો છે. આનંદઘનમાં મસ્તી એ સ્થાયી ભાવ છે, જ્યારે અખામાં મસ્તીની ઝલક જોવા મળે છે. આનંદઘન આત્મસાધનામાં મસ્ત યોગી હતા, આથી સામાજિક સુધારા વિશે એમના કવનમાં કશું મળતું નથી. અખો સમાજ ને સામાજિક સુધારા તરફ વિશેષ ઝોક ધરાવે છે. આ કારણે જ એની વાણીમાં તિગ્મતા વિશેષ જોવા મળે છે. અખાની ભાષા ઋક્ષ અને પ્રહારાત્મક છે, જ્યારે આનંદઘનની ભાષા મુકાબલે મૃદુ છે. અખામાં હાસ્યનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. આનંદઘનમાં હાસ્ય ભાગ્યે જ જોવા મળશે. આ બંને સર્જકોએ પદના કલાસ્વરૂપમાં ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ રેડેલો છે. પણ અખો વેદાંતની પરિપાટી પર એ અધ્યાત્મ-અનુભવનો આનંદ વ્યક્ત કરે છે, જ્યારે આનંદઘનમાં કબીર અને મીરાંની રીતે સહજભાવે જ અધ્યાત્મ-ઉપદેશ જોવા મળે છે. એક જ સમયની પટ્ટી પર આમ બે ભિન્ન પ્રદેશના જ્ઞાનીઓ અજ્ઞાની સમાજને પોતાની જ્ઞાનભરી અનુભવવાણીથી પ્રહાર કરીને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે. મસ્ત સાધકોની એક રીતે એ સમાજલક્ષી પરમાર્થપ્રવૃત્તિ હતી. મેઘદૂત'ની ભાવસૃષ્ટિ મેઘદૂત'માં કાલિદાસની અનુપમ પ્રતિભાનો નવમ ઉન્મેષ નજરે. પડે છે. એક સાદી કથામાં આટલો સમૃદ્ધ ઊર્મિધબકાર પહેલી જ વખત જોવા મળે છે. અત્યંત નાના એવા કથાના તંતુને વિશિષ્ટ કાવ્યકલેવરમાં મનોહર રીતે વણી લીધું છે. મઘ પ્રાકૃતિક તત્ત્વ મટી એક જીવંત વ્યક્તિ બની જાય છે. આમાં યક્ષ ભારતવર્ષનાં વિશિષ્ટ નિસર્ગસ્થાનો અને નગરોનાં સૌંદર્યને વિહરથી વ્યાકુળ માનવીની દૃષ્ટિએ નીરખે છે. આથી એમાં માનવધબકાર સંભળાય છે, તો સાથે સાથે પ્રકૃતિનું મનોહર ચિત્ર-કાવ્ય પણ બને છે. “મેઘદૂત'ના સર્જનથી મહાકવિ કાલિદાસે એક નવું સાહિત્યસ્વરૂપ જન્માવ્યું અને પાછળથી બીજા લેખકો પણ તેને અનુસર્યા. ‘સાહિત્યદર્પણ'કારે એને ખંડકાવ્ય કહ્યું છે પણ ‘મેઘદૂત'ને આધુનિક કાવ્યસ્વરૂપમાં મૂકીએ તો તેને ઊર્મિકાવ્ય જ કહેવું પડે. મંદાક્રાન્તા છંદમાં વહેતા આ કાવ્યમાં યક્ષની લાગણીનો ઉત્કટ પ્રવાહ આરંભથી અંત સુધી વહે છે; તેની વિરહજનિત ભાવસ્થિતિનું સાદું, સરળ, સંકુલતારહિત અને ક્યાંય વિષયાંતર કર્યા વગરનું નિરૂપણ જોવા મળે છે. કવિએ ભાવ અને કલ્પનાના ઉછાળને જે મંદાક્રાન્તા જેવા છંદમાં વહેવડાવ્યો છે તે, કર્ણપ્રિય હોવાની સાથે ભાવાભિવ્યક્તિમાં પણ એટલો જ સમર્થ છે. ઊર્મિકાવ્યને વિષે આવશ્યક એવું સંગીત પણ સતત સંભળાયા કરે છે. આંતરપ્રાસ, સ્વર અને વ્યંજનની વ્યવસ્થા, ધ્વનિર્વશિષ્ટર્સ, નાદવૈશિસ્ત્ર અને અલંકારોના તાણાવાણાની મનોહર ભાત ઉપસાવી છે. ઊર્મિકાવ્યનું કદ એની શ્લોકસંખ્યા પર નહીં, પરંતુ ઊર્મિની પ્રવાહિતા પર આધારિત છે. જેટલો સમય એ ઊર્મિ ચાલે, તેટલું કાવ્ય ]]]
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy