SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ * મત મત ભેદં રે જો જે પૂછીઈ સહુ થાપે અહમેવ.” સ્તિવન : ૪, ગાથા : ૧) આ બંને સાધકો દંભીને અને દંભને વખોડે છે, તે સાચાની કિંમત પોતે જાણે છે તે કારણે. આનંદધન પણ અખાની માફક ઠોક સાથે કહે છે : ગછના ભેદ બહુ નયશ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાર્જ.* | (સ્તવન : ૧૪, ગાથા : ૩) આ રીતે આ બંને સમકાલીનોએ તત્કાલીન સમાજની રૂઢિગ્રસ્તતા ને દંભ પર પ્રહાર કર્યો છે. એ પ્રહાર કરવાની રીતમાં બંનેનાં વ્યક્તિત્વની વિશિષ્ટતા આપમેળે પ્રગટ થાય છે. કેટલેક સ્થળે તો અખો અને આનંદઘન એકસરખા ઉદ્દગાર કાઢે છે. અખો કહે છે કે માત્ર સાચા ગુરુ મળે એટલે જ વાત પતી જતી નથી, બળદને નાથ ઘાલીએ છીએ તે શા માટે ? એની પાસે કામ કઢાવવાનું સરળ બને તે માટે. આ દૃષ્ટાંતથી અખો કહે છે કે મનને પણ નાથ ઘાલવી પડશે. એ જ મનને વશ કરવાની વાત આનંદધનજીએ ‘શ્રી કુંથુજિનસ્તવન’માં ખૂબ મલાવીને કહી છે. એ જ રીતે આ બંનેએ સાચા આત્મજ્ઞાનીની જે ઓળખ આપી છે તે જોવા જેવી છે. સાચો સાધુ વેશથી નહીં, પણ ગુણોથી ઓળખાય છે. માત્ર વેશ પહેરવાથી સાધુ ન કહેવાય, વેશ ધારણ કરવાથી આત્માની ઓળખ મળી જતી નથી. આવા વેશધારીઓ કે બાહ્યાચારમાં ડૂબેલાઓ વિશે અખો કહે છે : આતમ સમજ્યો તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી ? બોડે ત્રોડે જોડે વાળ, એ તાં સર્વ ઉપલ્યો જંજાળ” કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન આનંદઘનજી આ રીતે આ જ ભાવને પ્રગટ કરતાં કહે છે કે સાચો આત્મજ્ઞાની એ જ શ્રમણ કહેવાય. બીજા બધા તો માત્ર વેશધારી ગણાય. જે વસ્તુને યથાર્થ સ્વરૂપે ઓળખાવે તે જ સાચો સાધુ ગણાય. આતમાંની શ્રમણ કહાવે, - બીજ દ્રવ્યત લિંગી રે; વસ્તુગતું જે વસ્તુ પ્રકાસે, આનંદઘન-મત સંગી રે." (સ્તવન ; ૧૨, ગાથા : ૬) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ પરત્વે જે જાગરૂકતા અને સ્પષ્ટ કથન અખામાં જોવા મળે છે, તેવાં જ જાગરૂકતા અને સ્પષ્ટ કથન આનંદઘનમાં મળે છે. અખો ફરંદો માણસ હતો, તો આનંદઘન વિહારી સાધુ હતા. અખાની વાણીમાં તિગ્મ ચોટનો અનુભવ થાય છે, તો આનંદધનની વાણીમાં ગાંભીર્યનો અનુભવ થાય છે. અખો બ્રહ્મરસ અને બ્રહ્મખુમારીનું બયાન કરે છે, તો આનંદધન આત્મજ્ઞાન અને અનુભવ-લાલીનો રંગ જમાવે છે. આ બંનેમાંથી એકેય શુષ્ક જ્ઞાની નથી. અખો છોગાં મેલીને ફરનારો મસ્ત વિહારી છે, તો આનંદઘન પોતાની મસ્તીમાં જીવનારો મનમોજી સાધકે છે. અખો પોતાનો આત્માનુભવ ગાય છે, પણ એની ખૂબી એ છે કે આ ‘બ્રહ્મરસની ગહન અનુભૂતિને વ્યવહારજીવનનાં દૃષ્ટાંતોથી અભિવ્યક્ત કરી છે. એની વાણીમાં વાસ્તવજીવનમાંથી મળેલી ઉપમાઓની આતશબાજી છે, જ્યારે આનંદઘનમાં વાસ્તવજીવનની ઉપમાઓ કે દૃષ્ટાંતો પ્રાસંગિક છે. આનંદથનમાં વિશેષ કાવ્યતત્ત્વ છે અને એમનો ઝોક રહસ્યવાદ (Mysticism) તરફ છે. અખો રહસ્યવાદી નથી, પણ તત્ત્વજ્ઞાની છે. અખાએ એનાં કાવ્યોમાં વેદાંતનું તત્ત્વજ્ઞાન આલેખ્યું છે, જ્યારે આનંદઘનજીએ જૈન સંપ્રદાયની
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy