SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ • હાડકાંના માળા જેવો એક કોટડીમાં પડી રહે છે. ધન્ય છે શેઠાઈને ! પૃ. ૪૯] ‘હું પોતે’માં લેખકે ઉદ્બોધનાત્મક શૈલીનો બહોળો ઉપયોગ ર્યો છે. પોતાના જીવનપ્રસંગોમાં ‘વાંચનાર’ સાથે પ્રત્યક્ષ વાત કરે છે, તો સ્થળવર્ણન કરતી વખતે વાચકને ‘આ જુઓ’ ‘પેલું જુઓ’ એમ કહીને એ સ્થળોનો જીવંત પરિચય આપે છે. આ વર્ણનોમાં ક્યાંક પુનરાવર્તન પણ થાય છે. આત્મચરિત્રમાં ક્યાંક કલ્પનાનો ઝબકાર જોવા મળે છે. રેવાલસર જતા હતા, ત્યારે અંધારી રાત્રે એક બાજુ મોટો પહાડ અને બીજી બાજુ ઊંડી ખીણ હતી. ચિંતાતુર નારાયણ હેમચંદ્ર લખે છે કે એ રાત્રે ચંદ્રે પોતાનું ઔષધિનાથનું નામ સાર્થક કર્યું.’ જૂનાગઢના નવાબને ત્યાં એમણે જે વિલાસ જોયો તેનું પણ આલેખન કર્યું છે. દરેક સ્થળની વિશેષતાઓ એ નોંધે છે; જેમ કે શ્રીનગરમાં રાજ્યની હદમાં ટપાલમાં આવતા કાગળ પર બે પૈસાનું મહેસૂલ આપીએ તો જ કાગળ મળે. એ રીતે ચાના બગીચાના માલિકો મજૂરો ઉપર જુલમ કરતા હોવાથી બાબુ નવીનચંદ્ર રાયનાં કુટુંબીજનો પૈકી એક રાજચંદ્ર ચા પીતા ન હતા. નૅશનલ કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેતા ગુજરાતીઓ વિશે તેઓ કહે છે : ગૂજરાતી તો ત્રણમાં કે નહિ તેરમાં ને છપનના મેળામાં. ગુજરાતી તો અહિં બહુજ થોડા દીઠા. તે વળી કેટલાક અમદાવાના ભાઇ સાહેબ. અમદાવાદના ભાઇ સાહેબને તો પગે લાગીએ. એ તો ભાઇ બોલવા નહિ. એ તો દેખાવના છે. ગુજરાતી વર્ગ તો પડચા બિચાર મનના ગરીબ, તેને તો આ કાયદો સારો કે ફલાણો ખરાબ તેને શી આપદા પડી છે. તે તો પોતાના ધંધા વેપારમાં કુશળ એટલે પૈસા પૈસા. અને ખર્ચવામાં ચમડી જાય પણ દમડી ન જાય એવા એટલે પૈસાનો ઉગારો તો બહુ થવાનો અને જ્યારે ઘરમાં ટાણુટચકુ આવે એટલે ફુલણજી થવાના. જે એકઠું કર્યું હોય તે બે ત્રણ દહાડમાં પાર થવાનું આવા અમદાવાદી હજાો છે. તેમાં વળી .૬૪. વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ કેટલાંક હાલ તો વકીલો, બારિસ્ટો થઇને આવ્યા છે તે તો જાણે સ્વર્ગમાંથી ઉતર્યા હોય તે એવા બન્યા છે. બિચાર ભાઈસાહેબ એક બે ગણ્યા ગાંઠ્યાં ઇડિયન નેશનલ કોંગ્રેસમાં બિરાજ્યા હતા. તેના મોં પર તેજ નહોતું. તેઓનું ખાવાનું બીજું રસોડું નહોતું. દક્ષિણોની જોડે ખાવાનું હતું. કાઠિયાવાડ તો પડ્યું દેશી રાજ્ય. ત્યાંથી તો કોણ આવે ? એક તો ભાવનગરનો રાજભક્તનો એડિટર ગીરિજાશંકર અને બીજો કાઠિયાવાડનો ગાંધી કે જે જૈનનો ઉપદેશક થઇને અમેરિકા ઇંગ્લેંડમાં ફરે છે તેઓ હતા. બીજા તો ભાઈ બોલો રામ. [પૃ. ૩૮૭ . નવા નવા પ્રદેશો જોવાની એમની જિજ્ઞાસા આત્મચરિત્રમાં સતત પ્રગટતી રહે છે. એક શહેરને ફરીથી જુએ ત્યારે એના પરિવર્તનની નોંધ કરે. રાજા રામમોહનરાયનું ‘તિબેટની મુસાફરી'નું પુસ્તક વાંચ્યું તેથી નારાયણ હેમચંદ્રને તિબેટ જવાની ઇચ્છા થઈ હતી તેમજ એ પછી ચીન અને જાપાનની મુસાફરીનાં પુસ્તકો વાંચતાં તિબેટ થઈને ચીન-જાપાન જવાનો વિચાર કરતા હતા, જોકે એમની આ ઇચ્છા પૂર્ણ ન થઈ, કારણ કે બાબુ નવીનચંદ્રએ લાહોરમાં એમને એમની જમીન અને ઘરોની રખેવાળીનું કામ સોંપ્યું. બંગાળી, હિન્દી, મરાઠી ને ગુજરાતી પુસ્તકો તેઓ સતત વાંચતા રહેતા. એક અંગ્રેજ ગૃહસ્થ નારાયણ હેમચંદ્રને ફ્રેન્ચ શીખવતા હતા. અંગ્રેજી, ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષા શીખ્યા હતા. જ્ઞાનવૃદ્ધિની એમનામાં અપાર ધગશ હતી. બાબુ નવીનચંદ્ર રાયની ઘણી મોટી છાયા એમના પર પડી છે. ઘણી વાર તેઓ રાત્રે ખાટલા પર સૂતાં સૂતાં નારાયણ હેમચંદ્રને અંગ્રેજી કૃતિનું ભાષાંતર સંભળાવતા અને નારાયણ હેમચંદ્ર તે ધ્યાનપૂર્વક સાંભળતા. નારાયણ હેમચંદ્રનાં પુસ્તકોની અર્પણપત્રિકાઓ પણ નોંધપાત્ર છે. ઈ. સ. ૧૮૮૧ની પહેલી મેએ મુંબઈના ઓરિએન્ટલ પ્રેસમાં છપાવીને પ્રગટ કરેલા ‘જાતિભેદ અને ભોજનવિચાર' નામનું પુસ્તક એમણે પોતાના આર્યબંધુઓને અર્પણ કરતાં લખ્યું : ]]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy