SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ભાષણ પ્રસંગમાં એક મેકના ચિત્ત વિનોદન કરીને પરિશ્રમ એ કી વખતે ભૂલી ગયાં છે. અને ચિત્રમાં પણ તે અતિ સારી રીતે દેખાડ્યું છે, જ્યાં એક સામાંગી પુખ મેળવા વિલાસિની માર્ગના થકાવટથી થાકીને કપાલપરનો પરસેવો લુછવા માટે કદી એકવાર પછવાડે મોં ફેરવ્યું હતું, અને શુભ અવસરે લાલ અને નહિ રોકતા એક ચંચળ ચિત્ત તરૂણા માવત છેટેના હાથીના ઉપરથી વાહવા સૂચક એક સસ્મિત સલામ નિવેદનમાં પોતાની મનોવેદના જણાવી, ચિત્રકરની દૃષ્ટિ તે પણ અતિક્રમ કરી નથી. નોબતખાનામાં સરણાઈનો અવાજ કાઢીને અન્યમના વગાડનાર એક નજરથી સામેના નૃત્ય કળા કૌશળનો ઉપભોગ કરતો હતો તે એકાગ્રષ્ટિ ચિત્ર કર નિઃશબ્દથી પોતાના ચિત્ર પટમાં હરણ કરીને લાવ્યો છે. જે ખંજન નયનાની ઉત્સુક દૃષ્ટિ, કોઈ પરિચિત પ્રિય મુખ જોવાની આશાથી ચારે બાજુએ વારંવાર ફેરવે છે, તેના સુમાંકિત કાળા ભમરો મનોજથી કુંજન વિલાસ અહિં પાછીના મોહસ્પર્શથી પકડાયા છે. અને આ બધામાંજ આપણા મુખે ભાવના નાના પ્રકારના ભાવ જણાવીને ચિત્રકળાનું મનોહારિપણું વધારે વધારેલું છે. પૂ. ૧૨૯થી ૧૩૧] આ જ રીતે કાશ્મીર, હિમાલય, મામલેશ્વર, ગંગા, પંઢરપુરનાં સુંદર વર્ણનો મળે છે. પહાડ, અસ્તાચળ, ગાડીનો ડબ્બો કે સમુદ્રની લીલાનું વર્ણન પણ આલેખે છે. પ્રકૃતિ અને ઈશ્વરનો એકસાથે અનુભવ કરતા નારાયણ હેમચંદ્ર લખે છે, સૂર્ય આથમવાનો દેખાવ જોઇને ઈશ્વરની લીલા અનુભવી. સૂર્યનારયણ અસ્ત પામવાની વેળાએ લાલ કંકુ કૌમુદીના આવકાર દેવા માટે આ કાશમાં છાંટયો હોય એવું જણાયું. આકાશના પશ્ચિમનો ભાગ લાલ થયો. ધીરે ધીરે તે મળી ગયો, થોડીકવારે ચંદ્રિકાએ પ્રકાશ આપ્યો. આ કાશમાં તારાઓ ખીલ્યા જાણે આકાશરૂપી હોઢણી સમુદ્રરૂપી સુંદરીએ હોઢી હોય તેથી સમુદ્ર બહુ સુંદર દેખાયો. આ સુંદરતા નિરવે રહી. ચાંદરણી પાણીમાં હસવા લાગી. (૫. 305 | • વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • ક્યાંક વર્ણન, ક્યાંક કોઈ સ્થળ વાચકને આંગળી પકડીને બતાવતા હોય એવી રીતે પણ આલેખે છે : હવે તો પેલા બંગલાખો જણાય છે. ઓ પેલું ચર્ચ દેખાયું. હવે અંગ્રેજોના બંગલા આવ્યા. જુઓ જુઓ, કેવા પહાડના શિખર ઉપર આડા અવળા બંગલા બાંધેલા છે. ત્યાં જવાને આડા અવળા રસ્તા કેવા કર્યા છે. આ પેલો બંગલોમાં જવાનો રસ્તો, તે કેટલો સીધો છે. જતા કેટલી મુશ્કેલી પડતી હશે. જરા રખાગુ પાછું ચલાય તો ખો માં પડી જવાય, તેથી તેને લાકડૉના કઠેરા બનાવ્યા છે. વાહ ! પહાડ પાસપોસ બહુ સુંદર દેખાય છે. ચાલો, હવે ડાગ બંગાળામાં ઉતરીએ, ડાગ બંગાળામાંથી અહિંનો બહુ સુંદર દૃશ્ય દેખાય છે. ચાલો, હવે બજારમાં જઇએ. બજાર પણ ચઢણમાં છે. આ જુઓ બજારની દુકાનો ' દુકાનદાર કેવા લેનારને સમજાવે છે. કેવા ભલમનસાઇથી વાત કરે છે. (પૃ. ૩૫૮] વેશ્યાને ત્યાં લઈ જનારા શ્રીમંતના પુત્ર વિશે તેઓ લખે છે કે, હું શેઠની સાથે ચાલ્યો. ક્યાં ચાલ્યો ? તે તો હું કાંઈ જાણતો નહોતો. શેઠના પુત્રે રસ્તામાં કહ્યું કે કાલે પેલી નાચનારી આવી હતી તેને ઘેર આવશો ? ત્યાં જઈએ. મેં કહ્યું ઠીક છે, ચાલો, પછી તેણે છૂપી રીતે મેળવેલો રાંડનો પત્તો બતાવ્યો પછી અમે કાંદાવાડીમાં શેઠ વરજીવનદાસ માધવદાસના બંગલાની સામેના ઘરમાં ગયા, ત્યાં બે જણી સાક્ષાત્ પ્રતિમા જોઈ. તેઓએ માને પૂર્વક અમને આવકાર દીધો. પછી શેઠના પુત્ર તોતડે અવાજે પ્રેમનો ઉભરો કાઢ્યો. પછી પાન ખાધાં. તે દિવસે તો જેમ ગયા હતા તેમ પાછા ઘેર આવ્યા. પછી તો આ મનુષ્ય દેહે ત્યાં પગજ મૂક્યો નહિ, કોણ જાણે તે શ્રીમંતના પુત્ર કેટલીવાર ગયા હશે ? બાપ મરી ગયાથી ઘણું ધન હાથમાં આવ્યું, બાપની કીર્તિથી સુંદર સ્ત્રી પરણ્યો. ઘણું ધન છતાં શેઠને ચોરવાની ટેવ પડી. કેટલીક વખત તે શ્રીમંતનો છોકરો કેદખાનામાં પડર્યા ! કંઈ પણ તેના બાપે ભણાવ્યો નહિ. હીરાની વીંટી પહેરાવીને તેનો જન્મારો ખરાબ . હાલ તે લંગડા અવસ્થામાં શરીરના sa ૬૨ 3
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy