SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ ઉત્પન્ન થતી ત્યારે ત્યારે એકદમ ઈશ્વરની સ્તુતિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી. હું તરત ઈશ્વરની પાસે બળ માગતો, આથી મને બળ આવતું, હું વિષય વાસનાથી દૂર થતો. [પૃ. ૨૩૪-૨૩૫/ • રાત્રે ઝૂંપડાના દરવાજે ઊભેલી કુસુમને એમણે ના કહી, તેની પાછળ ઈશ્વરી બળનો અનુભવ કરે છે : મારી તો ખાતરી છે કે ઈશ્વરની પ્રાર્થના આ જગતમાં બધું કરે છે. કેટલાક નાસ્તિકો તથા સંદેહવાદીઓ પ્રાર્થનાની જરૂર માનતા નથી પણ મારા જીવનમાં હું દરેક વેળાએ પ્રાર્થનાનું બળ અનુભવુંછું. [પૃ. ૨૦૬] સાધુચરિત નારાયણ હેમચંદ્ર જીવનમાં આવેલા વિકારના પ્રસંગોનું આલેખન કરે છે. તેઓ વેશ્યા સ્ત્રીઓની પ્રલોભનભરી ચેષ્ટાઓ છતાં પોતે કઈ રીતે શ્રીનગરમાં અવિચળ રહ્યા તેની વાત કરે છે. આ આત્મચરિત્રમાં નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ પ્રગટ થાય છે. પ્રવાસમાં એમને ક્યારેય ડર લાગતો નહિ. લાંબા અંતર સુધી ચાલવાનો, એક્કામાં બેસવાનો અને પહાડ ચઢવાનો એમને ભારે શોખ. ચોર-લૂંટારા કે મૃત્યુનો સહેજે ભય નહિ. ઈશ્વરશ્રદ્ધા ખરી, પરંતુ ધર્મસ્થાનોમાં ચાલતાં ધતિંગો તરફ એટલો જ આક્રોશ. આવી જ રીતે અંગ્રેજોના કે રાજાઓના અન્યાય અંગે સતત વિરોધ પ્રગટ કરે છે. રાજાઓના રાજ્યાભિષેક માટે થતાં ખર્ચની ટીકા કરે છે. જગતની પરિવર્તનશીલતાની વાત વારંવાર કરે છે. ‘દુનિયા નિરંતર પરિવર્તનશીલ છે’ એ વાત એમણે શહેરો, સમાજ અને સ્થળના સંદર્ભમાં કરી છે. નારાયણ હેમચંદ્રનો વિપુલ સાહિત્યરાશિ જોતાં ખ્યાલ આવશે કે એમણે અનેક વિષયોમાં પોતાની કલમ ચલાવી છે. ફિનૉલોજી, હુન્નરઉદ્યોગ, ધર્મ અને અધ્યાત્મવિદ્યા જેવા વિષય પર લખ્યું છે. મસ્તિષ્કશાસ્ત્ર, પ્રેતવાહનવિદ્યા અને ખેતી જાણતા હતા. એમણે ભાષા કે જોડણીની લેશમાત્ર પરવા કર્યા વિના જ્ઞાનવૃદ્ધિની ધગશથી બધી રચના કરી છે. એમની ભાષાની કઢંગી રચનાઓ અને શબ્દોની વિચિત્રતા અંગે એ સમયના સાહિત્યકારોએ સખત ટીકા કરી હતી. નરસિંહરાવ સાથે એમનો ગાઢ પરિચય હતો અને ]] વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ નરસિંહરાવને કાવ્યો લખવાની પ્રેરણા આપનાર નારાયણ હેમચંદ્ર હતા. તેઓ નરસિંહરાવને વારંવાર કહેતા, “મહાશય, કાંઈ કાવ્યો રચો ને.”* એને પરિણામે નરસિંહરાવે એમના કાવ્યપ્રવાહને ‘ટોકીટોકીને’ પ્રવાહિત કરનાર નારાયણ હેમચંદ્રને ‘સુમમાળા'માં આ રીતે અર્પણ લખ્યું— ઉઠી જે સ્વચ્છંદા હૃદયગિરિથી કાવ્ય સરિતા. વહી ચાલી મન્દા કાંઠે, કદિ કુદી તેણે ત્વરિતા; પછી સુકારણ્યે પડિ સહસા સેર વિરમી, કિધા યત્નો કોટિ તર્ષિ લહરી પાછિ ન રમી; ભમન્તો દેશોમાં અજબ મંદ જાદૂગર તહ ચો આવી સાધુ, દિઠિ સરિત ડૂબી રણ મહિં, ભણી મંત્રો મોથા કા પથરે દંડ પર્યો.— અને જો ! ચાલ્યો ત્માં ઉછાળ બળવેગેથી ઝરો; ફરી ચાલી પેલી કવિતસરિતા સત્વર રો. હજી ના સુકાઇ; વડ્યું વડું હું તો ધન્ય તુજને; તુને સાધુ શો હું ઉપકૃતિ તો આપું બદલો ? સમ લે આ એ સરિતલહરી અર્થ સઘળો. [પૃ. ૩૫૦) નારાયણ હેમચંદ્રએ નરસિંહરાવ સાથે પોતે કરેલાં ભાષાંતરોની ઘણી ચર્ચા કરી હતી. નારાયણ હેમચંદ્રના ઝડપી સાહિત્યસર્જનના પ્રયાસને તેઓ ‘પુસ્તકોનું કારખાનું’ કહેતા અને તે શબ્દશઃ સાચું હતું, કારણ કે સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કરવાની અત્યંત ઉતાવળ અને એક દિવસમાં એક ‘ફરમા’ જેટલું ભાષાંતર કરવાનો એમનો નિયમ એમના ભાષાદોષોની પુષ્ટિ કરતો હતો. તેઓ જોડણીની પરવા ન કરતા અનુસ્વાર શત્રુ તરીકે જાણીતા હતા. એ સમયે નારાયણ હેમચંદ્રની ગુજરાતી ભાષા નારાયણી ગુજરાતી તરીકે ઓળખાતી. એનો અર્થ એ કે અશુદ્ધ, વ્યાકરણદોષવાળી, સંસ્કૃત-બંગાળી દોષયુક્ત સંસ્કૃતમય ગુજરાતી. નારાયણ હેમચંદ્રની સાહિત્યિક પ્રવૃત્તિ વિશે અહોભાવથી લખનારા શ્રી * ‘મનોમુકુર', પૃ. ૨૭૩ ૫] •
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy