SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • તમારામાં વિદ્વેષ નહિ આવતા તથા ક્રોધ નહિ બતાવતાં તેનું સારું કરવાની ઉત્કંઠા નિરંતર જાગતી હતી. આ જગતમાં તમારા જેવી ક્રોધને દબાવવાની શક્તિ મેં કદી જોઈ નથી. તેથીજ હું આપની એક અલૌકિક શક્તિ માનું છું. મેં ઘણા લોકોને મોટા હોદ્ધાપર અભિમાની થતા, વિઘાથી અહંકારી થતા, સુંદર સ્ત્રી મળ્યાથી અભિમાની થતા, તેમજ પૈસા મળ્યાથી અભિમાની થતા જોયાછે પણ તમે એ સર્વ સંપત્તિ મેળવ્યા છતાં તમારામાં જરા પણ અભિમાન નહોતું. મેં કેટલાક ધાર્મિકનો ડોળ ઘાલનાર, ન્યાયનો ફાંકો રાખનાર બીજાને નુકશાન કરવામાં સદા મચ્યા રહેતાં જોયા છે પણ તમે તેવા નહોતા. તમે કોઈનું અહિત ઇચ્છવું નથી. તમારા દૃષ્ટાંત મને આદર્શ જેવા થયા છે. આ જ ગમાં મેં પુષ્કળો ખરાબ આદર્શ જેવા જોયા છે, કેટલાક અન્યાયના આદર્શ, કેટલાંક ક્રોધના આદર્શ, કેટલાક અભિમાનીના આદર્શ, કેટલાક વિદ્વાનનો ખાલી ભભકો બતાવનાર આદર્શ, કેટલાક બહારથી ધાર્મિકનો ડોળ રાખનાર આદર્શ જોયાં છે પણ તમારો આદર્શ સત્ આદર્શ છે. તેથીજ તમને સત્ આદર્શ કહું છું. તમે ઈશ્વર પરાયણ હતા, તમે ઉપાસના હમેશાં કરતા, તમે આળસ એ શું તે જાણતા નહોતા, તમે મને ઘણું શીખવ્યું છે. આ જગતના ઘણાક ધાર્મિક માણસોએ જે મને શીખ્યું. નથી તે તમે શીખ્યું છે. હું કહેવાતા ધાર્મિક માણસના કુડા આચરણ જોઈને માણસ માત્રને સંદેહની આંખથી જોતો હતો પણ જ્યારે તમારૂં સુંદર સ્વરૂપ યાદ આવતું ત્યારે તે સંદેહ દૂર થઈ જતો. નિરંતર તમે મારા ધ્રુવ તારા તરીકે બીરાજતા. પૂ. ૯૬ અને ૯૨ છે. આ જ રીતે બાબુ નવીનચંદ્રની પત્ની હેમલતાના આતિથ્ય, સ્વભાવ અને સ્નેહનું સ્મરણ કરીને તેને ‘દેવી પ્રતિમા ધરીને હૃદયમાં પૂજા કરું છું.' એમ કહે છે. રામજીદાસ સાથેનો એમનો પ્રવાસ આનંદ અને કલહના આટાપાટા વચ્ચે ચાલ્યા કરે છે. નરસિંહરાવ દિવેટિયાએ ‘કુસુમમાળાની બીજી આવૃત્તિમાં ‘પહેલી આવૃત્તિની અર્પણ-પત્રિકા' એમ છાપ્યું તે બાબત અંગે બંને વચ્ચે વિવાદ અને મનદુ:ખ થયાં. આ પ્રસંગમાં નારાયણ હેમચંદ્રનો ઉતાવળે અભિપ્રાય બાંધવાની મર્યાદા તરી આવે છે. • વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • નારાયણ હેમચંદ્રની તુલનાવૃત્તિ વ્યક્તિ અને સ્થળ વિશે સતત પ્રવર્તે છે. પિતા ને નાનાભાઈ પર વધુ પ્રેમ હતો તે વાત તુલના કરીને બતાવે છે. એમના મીઠાઈ ખાવાના શોખ વિશે કે ક્રોધી સ્વભાવ વિશે નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે, પરંતુ એ વિશે આ આત્મચરિત્રમાં કશો ઉલ્લેખ નથી. બાહ્ય નિરીક્ષણમાં રચ્યાપચ્યા રહેનારા નારાયણ હેમચંદ્ર ભાગ્યે જ આંતરમંથન અનુભવતા લાગે છે અને આંતરનિરીક્ષણ તો કરતા જ નથી. ક્યાંક તો એમની ક્ષતિને છાવરતા હોય એમ લાગે છે; જેમ કે બંકિમબાબુનાં પુસ્તકોનું ભાષાંતર કરવાની એમણે પરવાનગી લેવાની જરૂર લાગી નહિ. તેઓ કહે છે કે બંકિમબાબુએ એમની ચોપડીનો ગુજરાતીમાં તરજૂમો કરવા માટે પૈસા માંગ્યા, ત્યારે નારાયણ હેમચંદ્રએ એમ કહ્યું, “ગુજરાતીમાં ઘણાં જ થોડાં પુસ્તકો ખપે છે. હું તો એક શોખને માટે લખું છું તેમાં કંઈ કમાઈ નથી.” (પૃ. ૩૮૧) આમ છતાં બંકિમબાબુએ એમને ના પાડી ત્યારે નારાયણ હેમચંદ્ર બેશરમ બનીને નમસ્કાર કર્યા વિના ચાલ્યા ગયા. વળી પોતાની વાતનો બચાવ કરતાં એ લખે છે કે બીજી ભાષામાં ભાષાંતર કરવાથી ચોપડીનો ‘ઉઠાવ' ઓછો થતો નથી અને તેથી તેઓ ગ્રંથ કર્તાની પરવાનગી માંગતા નથી. આ આત્મચરિત્રમાં ભૂતકાળની સ્મૃતિ અને આલેખનનું સત્ય બંને મળે છે. નારાયણ હેમચંદ્રની પ્રકૃતિ એવી છે કે જે તેઓ પોતાના વ્યક્તિત્વને રૂપાંતરિત કરીને આલેખવાને બદલે પોતાની જાત જેવી છે તેવી જ ધરી દે છે. નારાયણ હેમચંદ્રના જીવનમાં ઈશ્વર શ્રદ્ધા અને પ્રાર્થનાબળ કેન્દ્રસ્થાને છે. આને કારણે જ તેઓ ‘સાધુચરિત' વિશેષણ પામ્યા હશે. તેઓને ઈશ્વરનો સ્તુતિવાદ કરવામાં આનંદનો અનુભવ થતો અને એમ માનતા કે ઈશ્વરને યાદ કરવાની સૌથી સુંદર જગા તેણે રચેલી મનોહર પ્રકૃતિ છે, આથી કોઈ સુંદર સ્થળ જોતા કે તરત જ એમનું હૃદય ઈશ્વરના સ્તુતિગાનમાં ડૂબી જતું. વળી આવા ઈશ્વરી બળને કારણે જ તેઓ વિષયવાસના સામે સંયમદંઢ રહી શકે છે, તેમ માનતા હતા, તેઓ લખે છે : મારામાં પણ ફેરફાર થયો, હવે હું પુખ જુવાન થયો છું. મારી પ્રકૃતિ હવે બળવાન થઇ. વિષયવાસના કામ વગર વધે છે, એવું મેં સાંભળ્યું હતું, તે હવે અનુભવ કરવા લાગ્યો. વિષય ભોગવવાની વૃત્તિ ઉત્પન્ન થઈ, પણ તરત ઈશ્વરી બળ આવીને રોકી. મને જ્યારે વિષય વાસના ૩ ૫૭ ] 0 ૫૬ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy