SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ • એ જ રીતે પોતાના બાળપણની વાત કરતાં તેઓ નોંધે છે : : જગમાં જેમ સાધારણ માણસના છોકરાં ઉછરીને મોટાં થાય છે. તેમ હું થયો, મારી બરદાસ રાખનાર દાઈઓ નહોતી, મને વ્હાલ દેખાડનારી પગારદાર આયાઓ નહોતી; મારે માટે દૂધ ખાવાનું તૈયાર કરનાર રસોઈઆ નહોતા પણ હું તો મારી મા તથા દાદીની બરદાસથી મોટો થયો. ગરીબને વળી ક્યાંથી ઉછેરનાર હોય ? તેને વળી આયા દાઈઓ ક્યાંથી મળે ? તેની બરદાસ ઈશ્વરજ કરે છે. હું દહાડે દહાડે મોટો થયો, માબાપને આનંદ આપવા લાગ્યો. [પૃ. ૩] હું મસાણમાં ગયો નહિ. મેં બાપને આગ મૂકી નહિ, પણ જેણે તેને પાળી પોષીને મોટો કર્યો હતો, જેનાથી જે ઉત્પન્ન થયો હતો, જેને ખવાડવીને પોતે ખાતો હતો, જેને દુઃખ થયાથી આખી રાત ઉજાગરો કરીને તેનું દુઃખ ઓછું કરવા માટે મથતો હતો તે પિતાએ એટલે મારા દાદાએ અગ્નિસંસ્કાર કર્યો. [પૃ. ૧૮) દયા વિનાના મહેતાજીઓનો એમનો અનુભવ માર્મિક છે. માતાના મૃત્યુવર્ણનમાં એમના હૃદયમાં ઊછળતી માતૃભક્તિ પ્રગટ થઈ છે : માના નામમાં જે મધુરતા છે, જે દુઃખ હારક શક્તિ છે તેવી શક્તિ બીજામાં છે કે નહિ એ સંદેહ છે. દુઃખમાં માનું નામ યાદ આવે છે. મા આ જગતુની અધિષ્ઠાત્રીની પ્રતિમા છે. જગમાં મા નામની વસ્તુ નહિ હોત, તો જગત રહી શકત કે નહિ તે સંદેહ પડતું છે. સ્ત્રી માત્ર ધર્મને ચહાનારી હોય છે, તે દયાની પુતળી હોય છે, તે કરૂણાની પ્રતિમા હોય છે. તે ગુણમાં મારી મા પણ ભુષિત હતી. મારી મા આજકાળનો સુધરેલો ધર્મ માનતી નહોતી, તે આજકાળના જેવી સુધરેલા ઘરની સ્ત્રીના જેવી ધર્મ સંબંધી તકરાર કરનારી નહોતી, આજકાળના જેવી સુધરેલા ઘરની સ્ત્રીના જેવી ઉપરથી દંભ દેખાડનારી નહોતી. તે તો સરળ સ્વભાવની અંધ વિશ્વાસવાળી હતી. તેના ઉપાસ્ય દેવતા હિંદુઓના તેતરીસ કોટી દેવતા હતા. તે કોઈ વખતે મહાદેવને પુજતી તો ઘડિકમાં રામચંદ્રને તો Q ૫૦ – • વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • કોઈ વખતે કૃષ્ણ, કોઈ વેળાએ હનુમાનને, તો કોઈ વખત ગણપતિને પૂજતી હતી. તે અર્થ શાસ્ત્રનાં દૃષ્ટાંતો આપીને ગરીબોને દાન આપવામાં સંકુચિત થતી નહોતી. પણ જે માંગતા તેને પોતાની શક્તિ પ્રમાણે આપતી. તે ખરૂં બોલનારી હતી. અસત્ય બોલવાની તેને રૂચિ નહોતી. તેને દરરોજનો એક રૂપીઓ ટોપી બનાવવામાં મળતો હતો. તે સંતોષી હતી. તે ઉંઘની હતી. પોતે કેટલીક ટોપીની તરાહ કાઢીને બધાને હેરત કરતી. તેમાં શોભાનુભાવકતા હતી. તે શોભા શાથી વધે તેનો તે વિચાર કરતી. સખીઓની જોડે હળીમળીને ચાલતી હતી. વઢવાઢ કરતી નહોતી. આવી પવિત્ર સ્વભાવની મારી મા હતી, તેને લખતાં વાંચતાં આવડતું નહોતું. [પૃ. ૩૨/ શાળામાં ગોંધાઈને જ્ઞાન મેળવવાને બદલે જગતની પાઠશાળામાંથી જ્ઞાન મેળવવાની ઇચ્છાએ નારાયણ હેમચંદ્રને હુન્નરઉદ્યોગમાં રસ લેતા કર્યા. પોતાની નિપુણતાથી હુન્નરઉદ્યોગ દ્વારા એમણે આજીવિકા મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઠરીઠામ થઈને કોઈ કાર્ય કરવું એ નારાયણ હેમચંદ્રની પ્રકૃતિમાં ન હતું, પછી એ જીવન હોય કે લેખન હોય. આથી ધાનેરા ગામમાં જમીનદાર બનીને કે શાહીનો ધંધો કરીને સ્થિર થવાનું એમણે પસંદ કર્યું નહિ. ધાનેરા ગામની પોતાની જમીન અને બળદ વેચી નાખ્યાં હતાં. એ જ રીતે સાહિત્યમાં વિષયના ઊંડાણની કે ભાષાશુદ્ધિની એમણે ઝાઝી પરવા કરી નહિ. આત્મચરિત્ર એ ‘હું’કેન્દ્રી સાહિત્યસ્વરૂપ છે અને ‘હું પોતે’માં ‘હું’ જ પ્રવર્તે છે. નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વમાં આંખે ઊડીને વળગે તેવી કેટલીક અ-સામાન્યતા હતી. એમની સાદાઈ અને નિખાલસતાની સાથોસાથ એમના પહેરવેશની વિચિત્રતાની પણ ગાંધીજીએ નોંધ લીધી છે. ઉંઘાડું માથું, ટૂંકા વાળ તેમજ બંગાળી ઢબનો કોટ અને ધોતિયું એ એમનો બાહ્ય દેખાવ. નારાયણ હેમચંદ્રએ થોડો વખત ભગવાં ધારણ કરેલાં અને તેઓ ‘બ્રહ્મચારીજી'ના નામથી ઓળખાતા હતા, પરંતુ મુંબઈમાં એમણે સફેદ પોશાક ધારણ કર્યો, કારણ કે તેઓ ‘હિન્દુઓના બ્રહ્મચારી' ન હતા. D૫૧]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy