SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • પોતે'નો પૂર્વાર્ધ લખ્યા પછી ઉત્તરાર્ધ લખવાની નારાયણ હેમચંદ્રની ઇચ્છા એમના પ્લેગમાં થયેલા એકાળ અવસાનને કારણે અધૂરી રહી. નારાયણ હેમચંદ્રને આત્મચરિત્ર લખવાની પ્રેરણા કરસનદાસ મૂળજીના ‘દેશાટન’ વિશેના નિબંધમાંથી સાંપડી. બુદ્ધિવર્ધક સભામાં વંચાયેલો કરસનદાસ મૂળજીનો આ નિબંધ એમને ખૂબ પસંદ પડ્યો. દેશાટન કરવાથી થતા લાભનું વર્ણન વાંચતાં એમની પ્રવાસેચ્છા પ્રદીપ્ત થઈ. પ્રવાસ કરવો અને તેમાંથી આનંદ પામવો તેવો ભાવ ઉત્પન્ન થયો. આ પ્રવાસશોખે એમનામાં વાચનશોખ જગાડ્યો અને પુસ્તકો વાંચવાની હોંશ જાગી. નિશાળમાં પાઠ્યપુસ્તક સિવાય કશું નહિ વાંચનાર નારાયણ હેમચંદ્રએ વિવિધ વિષયનાં જુદાં જુદાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. નારાયણ હેમચંદ્ર કહે છે કે એમના પિતાનું મિકેનિકનું મગજ એમને વારસામાં મળ્યું. નારાયણ હેમચંદ્ર હુન્નરનું જ્ઞાન ફેલાવવા માટે ગુજરાતી ભાષામાં ‘નૂરેઆલમ' નામના ચોપાનિયામાં ‘અખતરા' એ મથાળા હેઠળ લખવાનું શરૂ કર્યું. કઈ રીતે પિત્તળ અને કાંસુ બનાવવું કે અગરબત્તી અને શરબત બનાવવાં તેનો પ્રયોગ લખતા હતા અને એ સમયે એમણે એમનું ઉપનામ ‘જ ગદારશી આર્ય” રાખ્યું હતું. પ્રારંભમાં નારાયણ હેમચંદ્રએ સ્વયં કારીગરો માટે ચોપાનિયું કાઢવાનો નિર્ણય કર્યો, પરંતુ એને અમલમાં મૂકી શક્યા નહિ, હુન્નરશોખને લીધે પ્રત્યેક કામ જાતે કરવાની વૃત્તિ તો હતી જ, પણ એથી વિશેષ કોઈ યંત્ર બગડ્યું હોય તો તેની રચનાનો અભ્યાસ કરી એને સુધારવા લાગ્યા. હુન્નરબાજ નારાયણ હેમચંદ્ર સવારે સાતથી ચાર વાગ્યા સુધી કારખાનામાં કામ શીખવા જતા. કારખાનામાં ચોપડી લઈને જતા અને સમય મળે વાંચતા. સાંજના સાડા ચાર પછી પૂરી એકાગ્રતાથી વિવિધ વિષયની પુસ્તકસૂષ્ટિમાં લીન થઈ જતા. ઇતિહાસ, પ્રવાસવર્ણન, હુશરઉદ્યોગ અને જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકો અને સામયિકો વાંચવા લાગ્યા. મામા પાસેથી ખિસ્સાખર્ચીના મળતા પાંચ રૂપિયામાંથી જૂનાં પુસ્તકોની દુકાનેથી જૂની ચોપડીઓ લઈ આવતા. નારાયણ હેમચંદ્રને જીવનમાં સતત સહાય કરનાર બાબુ નવીનચંદ્ર પણ એમ કહ્યું હતું કે તે પુસ્તક માટે વધારે ખર્ચ કરે છે અને પોતાને માટે ઓછો ખર્ચ કરે છે. *સ્ત્રીબોધ', ‘જ્ઞાનપ્રસારક’, ‘બુદ્ધિવર્ધક', ‘આર્યમિત્ર’, ‘ડાંડિયો’, ‘રાસ્ત ગોફતાર' જેવાં સામયિક વાંચતા. આ રીતે એમની ભાષામાં કહીએ તો ‘ન્યૂઝપેપર, ચોપાનિયાં અને પુસ્તકો વાંચવાનો સપાટો ચાલ્યો.” g૪૮ ] • વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • જુદા જુદા વિષયનાં ચોપાનિયાં વાંચીને એમાંથી ઉપયોગી લેખોના કટિંગ્સ કાપી રાખતા. એ લેખોની વિષયવાર વહેંચણી કરીને તેને જુદા જુદા બંડલ બાંધીને રાખતા હતા. આ વાચનભૂખે નારાયણ હેમચંદ્રમાં સભાઓમાં જવાની અને ભાષણો સાંભળવાની વૃત્તિ જગાડી. પરિણામે સાહિત્ય, સમાજસુધારણા, ચિત્રકલા, આરોગ્ય, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, બાગબાની જેવા ઘણા વિષયો પર ભાષણો સાંભળી ‘જ્ઞાનવૃદ્ધિ' કરવા લાગ્યા. ભાષણો સાંભળવાની આ વૃત્તિએ એમને ધર્મવિચાર તરફ વાળ્યા તેમજ પ્રાર્થનાસમાજ અને બ્રહ્મોસમાજ વિશે વિચારતા થયા. ક્યારેક મનઃસુખરામભાઈ પાસેથી તો ક્યારેક ભાઈશંકરભાઈ પાસેથી લાવીને પુસ્તકો વાંચતા હતા. આમ નારાયણ હેમચંદ્રના ભ્રમણશોખ, વાચનશોખ અને લેખનશોખનું મૂળ ‘દેશાટન’ નિબંધમાં પડ્યું છે. ‘હું પોતે 'માં આલેખેલી એમની ૩૪ વર્ષની જીવનકથા આનો જ વિસ્તાર છે. સામાન્ય રીતે આત્મચરિત્રકાર, શૈશવની સ્મૃતિઓના અતીતરાગી નિરૂપણનું પ્રલોભન ટાળી શક્યો નથી. કવચિત્ અન્યની પાસેથી પોતાના શૈશવ વિશેની સામગ્રી મેળવીને આલેખવા લલચાય છે, જ્યારે નારાયણ હેમચંદ્ર શૈશવની કોઈ વિશેષ સ્મૃતિ આલેખતાં નથી; જેમકે પોતાનો જન્મ એક સામાન્ય બાળકની માફક જ થયો તે દર્શાવતાં તેઓ લખે છે : મારો જન્મ જેઠ સુદ પૂનેમ સંવત ૧૯૧ ૧માં જગજીવન કીકા સ્ટ્રીટમાં જ્યાં હાલ મોરલીધરનું દેવળ છે તેની સામેના ઘરમાં એક નાની ઓરડીમાં થયો હતો. મારો જન્મ ખીલેલી પૂનેમની રાતે ૧ વાગે થયો હતો. જ્યારે કેટલુંક જગત સ્તબ્ધ થઈને ઉંઘતું હતું, ત્યારે ઈશ્વરની કૃપાથી મારું આ દુનિયામાં આવવું થયું. મારા જન્મવાની વેળાએ મહાત્માઓની પેઠે કંઈ દુનિયાના અજાયબી ભરેલા બનાવ બન્યા નહોતા, કોઈ જાતનો નવો તારો મારા જન્મની વેળાએ ઉદિત થયો નહોતો કે લોકો જાણે કે એક મહાત્મા અવત્યોં છે. અથવા જગતમાં એવો આર્ય બનાવ બન્યો નહોતો કે જેથી મને આ જગતમાં આવેલો જાણે. મારો જન્મ પુનેમની અજવાળી રાતે નિસ્તબ્ધ જગાએ થયો. પ્રિ. ૩] 1 ૪૯ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy