SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ૨૨. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત', પર્વ ૧૦, અંત્ય. પ્રશસ્તિ શ્લોક ૧૮-૧૯, ૨૩. ‘હમસમીક્ષા’, લે. મધુસૂદન મોદી, પૃ. ૨૯૦. ૨૪. એજન, પૃ. ૨૦૧. ૨૫. એજન, પૃ. ૨૫૦. ૨૬. ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક પ૫. ૨૩. ‘અયોગવ્યવચ્છેદિકાદ્વાáિશિકા', શ્લોક ૨૯. ૨૮. ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૧૦, શ્લોક ૬, ૭, ૮. ૨૯. મેરૂતુંગ : પ્રબંધચિંતામણિ', પ્રકાશ ૪, પૃષ્ઠ ૮૫ (સિંધી સીરીઝની આવૃત્તિ). ૩૦. ‘હેમચંદ્રાચાર્ય', લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૪૩-૪૪. ૩૧. ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૪૬. ૩૨. ‘જૈન ગુર્જર કવિઓ', ભા. ૧, લે. મોહનલાલ દ. દેસાઈ. જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન ૨ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિપુલ, વૈવિધ્યમય અને કવિત્વપૂર્ણ સર્જન માટે વિક્રમના ૧૮માં સૈકામાં થયેલા, તપગચ્છની વિમલ શાખાના જૈ ન સાધુ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન નોંધપાત્ર ગણાય. એમણે ગુજરાતી ભાષામાં એટલી બધી કૃતિઓની રચના કરી હતી કે એથી એમ કહેવાતું કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક અને સ્તુત્યાત્મક – એમ બધા પ્રકારની છે. આ કૃતિઓમાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. એમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી - એમ ત્રણે ભાષાઓમાં ગ્રંથો રચ્યા. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં મહત્ત્વપૂર્ણ રચનાઓ આપી. જ્ઞાનવિમલસૂરિનું સાહિત્ય બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે. પરંતુ એ મર્યાદા જાળવીને પણ, એમણે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે. જ્ઞાનવિમલસૂરિની કૃતિઓમાંથી અને એમના સમકાલીનોની નોંધમાંથી એમના જીવન વિશે સારી એવી | ૩૯ ] 1 ૩૮ 1
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy