SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દેશ્ય ભાષાના અભ્યાસ માટે એટલો જ આવશ્યક છે. વળી એને સંપૂર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં અભિધાનચિંતામણિ'ને આદર પ્રાપ્ત થયો. ઐતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ ‘મૂર્યાસ' કહેવાય. એ જ રીતે પિતા શુદ્ર અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ ‘ઘાંડાત' કહેવાય. આ રીતે સમાજ શાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઊતરી આવેલા હોવાથી પણ આ કોશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચી કોશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છે - 'वक्तृत्वं च कवित्वं च विद्धत्तायाः फलं विदुः । शब्दज्ञानादृते तन्न दयमप्युपपद्यते । બુધજનો વઝુત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન વિના સિદ્ધ થઈ શકતા નથી.” ‘અભિધાનચિંતામણિ' પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્ય ‘અનેકાર્થસંગ્રહ 'ની રચના કરી. ‘અભિધાનચિતામણિ'માં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે ‘અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જેમ કે, નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ ‘અભિધાનચિંતામણિ' અને ‘અનેકાર્થસંગ્રહ' પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અવ્યય કાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને ‘અનેકાર્થશષ' તરીકે ઉમેરવામાં આવ્યો છે. ‘અભિધાનચિંતામણિમાં પણ છેલ્લે ‘શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. ‘અનેકાર્થસંગ્રહ'માં નિ:નિ, પુના, ટT: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાંગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર ડાયાર્થીર થાવર મુવી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુષ્યિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યે કરી છે; પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પુધ્ધિકાશ્લોકમાં લખ્યું છે : 'श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा । भक्तिनिष्ठेन टीकैषा तन्नाम्नैच प्रतिष्ठिता ।। આ શ્લોક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી. હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે ‘નિઘંટુશેષ'. “અભિધાનચિંતામણિ', ‘અનેકાર્થસંગ્રહ’ જેવા સંસ્કૃત કોશ અને ‘દેશીનામમાલા” જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે ‘નિઘંટુશેષ'ની રચના કરી. ‘અનેકાર્થસંગ્રહ'ની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથ-સંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ‘નિઘંટુ' ગ્રંથ પણ હતો. ‘નિઘંટુશેષ ના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. આ કોશમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના શ્લોકોની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ વૃક્ષા; ની શ્લોકસંખ્યા ૧૮૧, દ્વિતીય ગુન્માજીની શ્લોકસંખ્યા ૧૦૫, તૃતીય નતાદાજીની શ્લોકસંખ્યા ૪૪, ચતુર્થ છઠ્ઠાઇg:ની શ્લોકસંખ્યા ૩૪, પાંચમા તૃrg ની શ્લોકસંખ્યા ૧૭ અને છઠ્ઠા ઈન્ચાજજીની શ્લોકસંખ્યા ૧૫ છે. હેમચંદ્રાચાર્યના બીજા કોશો જેટલો આ શબ્દકોશ જાણીતો બન્યો નથી. ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્ય સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજ કોને સહાયરૂપ ૧૪ ] ૧૫ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy