SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ગયો હતો માટે. જ્યારે અડધાં તડ થઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે 15 લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે – ‘કામન કાગ ઉડાવતી, પિયુ આયો ઝબ કાં: આપી ચૂડી કેર લગી, આધી ગઈ તડકાં.’ આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભોંય પર પડી. ‘કાગ ઊડાવણ ધણ ખડી, આયો પીવ ભડક્ક; આપી ચૂડી કાગ-ગલ, આધી ભંય તડ% !' અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. અપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાનો પરિચય આપ્યો છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભારતમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ અને ‘દેશીનામમાલા'ને જોતાં હેમચંદ્રાચાર્યને આપણે અપભ્રંશ ભાષાના પાણિનિ કહી શકીએ. ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજ્વલિત કરવા માંગતા કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દૃષ્ટિ વ્યાકરણ પછી કોશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહિ, પરંતુ વિદ્વાનો માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય કહે છે : कोशस्यैव महीपानां कोशस्य विदुषामपि । उपयोगो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ।। • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • રાજાઓને (દ્રવ્ય)કોશનો અને વિદ્વાનોને પણ (શબ્દ)કોશનો ઘણો ઉપયોગ હોય છે. તેના વિના તે બંનેને અત્યંત વિટંબણા પડે છે. ૧૩ હેમચંદ્રાચાર્યે “અભિધાનચિતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ’ અને ‘નિઘંટુશેષ'એમ સંસ્કૃત ભાષાના ત્રણ કોશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે ‘દેશીનામમાતા’ અને ‘રયણાવલિ'ની રચના કરી છે. “અભિધાનચિંતામણિ ' એ ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્યે કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેખ આપ્યો છે. વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ કોશની સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે, જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમર કોશ'ને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાચાર્ય ‘અભિધાનચિંતામણિ ની રચના કરી. જોકે *અમરકોશ' કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ' કરતાં વધુ મળે છે. ‘અમરકોશમાં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે “અભિધાનચિંતામણિ માં સૂર્યના ૭૨, કિરણના ૩૬, ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭પ અને અગ્નિના પ૧ પર્યાયો ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. ‘અભિધાનચિંતામણિ'ની કુલ ોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. આ ગ્રંથના છ કાંડ મળે છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિર્યંચો, પાંચમામાં નારકીના જીવો અને છઠ્ઠામાં સર્વસામાન્ય એવા એક-અર્થવાચી શબ્દોનો સંગ્રહ છે. આમાં યૌગિક, મિશ્ર અને રૂઢ શબ્દો સ્પષ્ટ કર્યા છે. કોશના આરંભના શ્લોકમાં પોતાની આ યોજના વિશે હેમચંદ્રાચાર્ય કહે છે – 'प्रणिपत्यार्हता सिद्धसाङ्गशब्दानुशासनः । रूढयौगिकमिश्राणां नाम्नां मालां तनोम्यहम् ।। અહંતોને નમસ્કાર કરીને, પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ, વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામોની માલાને હું વિસ્તારું છું.” 1 ૧૩ ] 1 ૧૨ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy