SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ વંદના તજી માત તાત સ્વજન સંબંધી પ્યારા સૌ પરિવારને, મૂકી માયા ને મમતા નઠારી, સ્વાર્થ ભર્યા સંસારને; કર સાધના એકાંતમાં એક પૂર્ણ પદની ઝંખના, એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૧ તપ ત્યાગ ને સ્વાધ્યાયમાં તલ્લીન જે નિશદિન રહે, ઉપસર્ગ ને પરીષહ તણી વણઝાર જે હસતા સહે; દશવિધ સાધુ ધર્મની કરે ભાવથી આરાધના, એ શ્રમણના શુભ ચરણમાં કરું. ભાવથી હું વંદના. ૨ તલવાર ધાર સમા મહાવ્રત પાળતા જે આકરા, નૈષ્ઠિક બ્રહ્મ રાચતા સવિ જીવના જે આશરા; વર હેમની પરે ઓપતા સેતુ સકલ કલ્યાણના, એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩ નમો અરિહંતાણં નરનાથો-રાજાઓ પણ તેઓને વશ થાય છે, દેવેન્દ્રો પણ તેઓને પ્રણામ કરે છે અને સર્ષોથી તેઓ ભય પામતા નથી કે જેઓ શ્રી અરિહંત પરમાત્માનું શરણ ભાવપૂર્વક સ્વીકારે છે. મહ તેના પર રોષે ભરાતો નથી, તે હંમેશાં આનંદમાં રહે છે અને તે અલ્પકાળમાં જ મોક્ષ પામે છે કે જે ભવ્ય પુરુષ શ્રી અરિહંત પરમાત્માને ભાવપૂર્વક ભજે છે. અનન્ત ગુણસ્વરૂપ જે અરિહંત પરમાત્માને કેવળજ્ઞાનીઓ પણ પ્રદક્ષિણ-પૂર્વક પૂજે છે, તેમના પ્રભાવને કેવળી વિના બીજું કોણ જાણી શકે? રિપુ (શત્ર) - જે રાગદ્વેષાદિ વડે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ પણ પજવાયા તે રાગાદિને બીજા કોઈની મદદ વિના, શ્રી જિનેશ્વરે હણી નાંખ્યા ! હંસ એકમેક થઈ ગયેલ દૂધ અને પાણીને જેમ અલગ કરે છે તેમ એકમેક થઈ ગયેલ જીવ અને કર્મને અલગ કરનાર એક વીતરાગ ભગવંત જ છે. તયિન: જીવોને કર્મના પાશમાંથી છોડાવનારા, સંસારસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને તારનારા અને તત્ત્વજ્ઞાનીઓના પણ સ્વામી એવા શ્રી જિનેશ્વર ભગવંતોનું અમે ધ્યાન કરીએ છીએ. ણ અક્ષર ત્રણ ઊભી લીટીવાળો અને માથે બિંદુવાળો છે. એ એમ સૂચવે છે કે દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રણ તત્ત્વની આરાધનાથી પોતાના આત્માને પવિત્ર કરનાર ભવ્ય જીવ મોક્ષ પામે છે. સાત ક્ષેત્રની જેમ સફળ તથા સાત ક્ષેત્રની જેમ શાશ્વત એવા નમસ્કાર મહામંત્રના પ્રથમ ‘નમો અરિહંતાણં' પદના સાત અક્ષરો મારા સાત પ્રકારના ભયનો નાશ કરો. • આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર • સાધે જે નિરતિચાર પાંચ મહાવ્રતોના યોગને, જે વાસી - ચંદન કલ્પ, ના વાંછે સુરાદિ ભોગને; ઇચ્છે પ્રસંશા ના કદી નિંદક પ્રતિ પણ દ્વેષ ના, એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪ ૐ હું સિદ્ધિમાર્ગ સાધનસાવધાનેભ્યઃ શ્રી સર્વસાધુભ્યઃ નમઃ સ્વાહા //
SR No.034284
Book TitleSamaro Mantra Bhalo Navkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy