SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વળી ટેકનોલોજીને કારણે હસ્તપ્રતના ડિજિટાઇઝેશન સુધીની સગવડ પણ • ભી થઈ છે. ઇન્ટરનેટ દ્વારા હસ્તપ્રતોની માહિતી વિશ્વવ્યાપી બની શકે તેમ છે. ‘ટર્નિંગ પેઇજ' દ્વારા હસ્તપ્રતનાં પૃષ્ઠ આપોઆપ ફરે તેવું પણ થઈ શકે છે અને એની પાછળ ગીત-સંગીત પણ મૂકી શકાય. એમાં આવતા પારિભાષિક શબ્દોની સમજ કમ્યુટરની ચાંપ દ્વારા મેળવી શકાય છે અને સંસ્કૃતમાં લખાયેલી કૃતિ સાથે એનો અંગ્રેજી કે ગુજરાતી અનુવાદ પણ મૂકી શકાય છે. આમ આ હસ્તપ્રતના સંરક્ષણની વહારે આજની ટેકનોલોજી આવી છે, પણ ખરી જરૂર તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સંશોધન કરનારા અભ્યાસીઓની છે અને મધ્યકાલીન સર્જકો તથા કૃતિઓને અભ્યાસક્રમમાં ઉચિત સ્થાન આપવાની છે. સાહિત્યિક સમાજ અને સંસ્થાઓએ આ સમસ્યા હલ કરવા માટે સત્વરે આગળ આવવું જોઈએ. સર્જકોનાં ચરિત્રો ૧૮૯૮ની ૨૫મી માર્ચે ૭૮ વર્ષ, બે માસ અને ચાર દિવસનું આયુષ્ય ભોગવીને કવિ દલપતરામ અવસાન પામ્યા. ન્હાનાલાલ પાસે દલપતરામનું ચરિત્ર આલેખવા માટે સધળી સામગ્રી હતી. પથારીવશ દલપતરામે છેલ્લા પંદર મહિના ન્હાનાલાલને એમની જીવનકથાની વિસ્તૃત નોંધ લખાવી હતી. ‘દલપતકાવ્ય' અને “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયેલી નોંધો પણ ન્હાનાલાલને હાથવગી હતી. ૧૯૧૩થી દલપતરામની ચરિત્રવિષયક સધળી નોંધો હોવા છતાં દલપતરામની જીવનકથા લખવા માટેના ન્હાનાલાલના કેટલાય પ્રયત્નો સફળ ન થયા. આખરે ૧૯૨૮ના જાન્યુઆરીમાં એમણે આ ગ્રંથની યોજના તૈયાર કરી. એ પછી એનાં પ્રકરણો પાડ્યાં. ન્હાનાલાલ કહે છે તેમ આ જીવનકથા લખવામાં ઘણું મોડું થયું. એનું કારણ આળસ કે ભાવઓછપ નથી. તેઓ કહે છે કે સહુ સહુનો પાકકાળ હોય છે. જેમ કેરીને ઝાડ પરથી વીણી લીધા પછી એ તરત ખાઈ શકાતી નથી, પણ એને કેટલોક વખત પાકવા દેવી પડે છે, તેમ લખાયેલી કૃતિને પ્રકાશન પૂર્વે પાકવા દેવી જોઈએ. કવિ ન્હાનાલાલ એ કૃતિને સુધારતા, એનું પરિમાર્જન કરતા, • યારેક આ પ્રક્રિયા એકથી વધુ વખત પણ થતી. કવિની લેખનની પ્રથમ નકલ અને પ્રકાશન માટે તૈયાર કરેલ પ્રેસ કૉપી વચ્ચે ખાસ્સે અંતર પડી જતું. આવો સાહિત્યશ્રમ એ એમનો ઇચ્છાસ્વીકૃત સ્નેહશ્રમ હતો. કવિ ન્હાનાલાલે લખેલું ‘કવીશ્વર દલપતરામ' એ દલપતરામના જીવનની સાથોસાથ ન્હાનાલાલની પ્રતિભાના ઉગમકાળનો પણ પરિચય આપે છે. દલપતરામના સાહિત્યિક પ્રદાનની એ વિગતે વાત કરે છે. કવિ ન્હાનાલાલને જીવનના અંતે હૃદયરોગ, લો બ્લડ પ્રેશર અને સાહિત્યિક નિસબત સર્જકોનાં ચરિત્રો ૪૦
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy