SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ લાઇબ્રેરીમાં તેતાલીસ જેટલાં રંગીન લધુચિત્રો ધરાવતી ઓગણચાલીસ પૃષ્ઠ ધરાવતી “શાલિભદ્ર ચોપાઈ'; સત્તર પૃષ્ઠની સિત્તેર ચિત્રાત્મક આકૃતિઓ ધરાવતી, રવિવારે કરવાની વ્રતવિધિ દર્શાવતી આદિત્યવાર કથા’ કે જૈન સાધુના હાથે લખાયેલી સ્ત્રીચરિત્રવિષયક “શુકસપ્તતિ’ જેવી હસ્તપ્રતો અભ્યાસીઓને માટે અત્યંત મૂલ્યવાન ગણાય. મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રત વાંચવા માટે પ્રાચીન લિપિ વાંચવાની તાલીમ જોઈએ; તે વિષયનું જ્ઞાન પણ જોઈએ. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો જરૂરી પરિચય પણ જોઈએ. તે ઉપરાંત આ બધાંનું સંકલન કરવાની ક્ષમતા અને વિદ્વત્તા પણ જોઈએ. આ દિશામાં, કમભાગ્યે, કોઈ સધન વ્યવસ્થિત પ્રયાસ થતા નથી. વળી, એક કૃતિના સંપાદનને માટે એની કેટલીયે હસ્તપ્રતો જોવી પડે. એમાંથી પસંદગીની હસ્તપ્રતો મેળવવી પડે. આ બધાં કાર્યોમાં પણ જાતભાતની મુશ્કેલીઓ પડતી હોય છે; કારણ કે હસ્તપ્રતભંડાર ધરાવનારાઓને આવી હસ્તપ્રતની ઝેરૉ• સ આપવાની કે એને બતાવવાની પણ સૂઝ-સમજ હોતી નથી. મહત્ત્વના ગ્રંથોનીયે ફિલ્મ કે ફોટોસ્ટેટ કૉપી મળતી નથી. આમ હસ્તપ્રતો મેળવવાની મુશ્કેલી, લિપિ ઉકેલવામાં આવતી મૂંઝવણ અને પાઠાંતરી નોંધવામાં જરૂરી ચીવટ ને ચોકસાઈભર્યો શ્રમ – આટલા કોઠા ભેદવાને બદલે સાહિત્યમાં પીએચ.ડી. થવા માગતો અભ્યાસી કોઈ આધુનિક વિષય પર મહાનિબંધ લખવાનું વધુ પસંદ કરે એવું સામાન્ય રીતે જોવા મળે છે. મધ્યકાલીન સાહિત્યમાં સાંસ્કૃતિક અભ્યાસની દૃષ્ટિએ અને ભાષાવિકાસની દૃષ્ટિએ મહત્ત્વની કૃતિઓ મળે છે. આ કૃતિઓને સમજવા માટે એ યુગને સમજવો જરૂરી બને છે. એની પરંપરાને જાણવી પડે. સંસ્કૃતિ અને સાહિત્ય બંનેને સાથે રાખીને આ કૃતિઓ જોવી પડે. આ રીતે જોઈએ તો પ્રેમાનંદનાં આખ્યાનો જંગલખાતાની ટીપ જેવાં ક. મા. મુનશીને લાગેલાં તેવાં નહીં લાગે. વળી કાવ્યાચાર્ય મમ્મટે નિર્દેશેલાં વ્યવહારજ્ઞાન અને પત્નીની જેમ ઉપદેશ પ્રદાન કરવાનાં પ્રયોજનો સિદ્ધ કરતાં અનેક કાવ્યો પણ આ મધ્યકાલીન યુગમાં જોવા મળશે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ સમયે મૌલિકતા. કર્તુત્વ અને સુસંકલિત પાઠ(integrated text)નો વિચાર પણ ઘણો મહત્ત્વનો બની રહે છે. મૌલિકતા અને કર્તુત્વના સંદર્ભમાં જોતાં આ ગાળાની અનેક કૃતિઓમાં ધણા ઉમેરા જોવા મળે છે. સંસ્કૃતમાં એક લાખ શ્લોકોનો સંગ્રહ ધરાવતા મહાભારતમાંયે કેટલાં બધાં ઉમેરણ થયાં છે તે આપણે જાણીએ છીએ. • યારેક તો કર્તાનું તો માત્ર ઓઠું જ લાગે. કેટલીક વાર તો કર્તા કે સર્જક પોતાને નિમિત્ત જ માનતો હોય. વળી સરસ્વતીના કૃપાપ્રસાદે પોતે સર્જન કરતો હોવાનુંયે તે કહેતો હોય. પશ્ચિમનો કર્તુત્વનો ખ્યાલ આપણા મધ્યકાલીન સાહિત્ય સાથે પૂરો બંધ બેસતો નથી. વળી આજના મૂલ્યાંકનના માપદંડથી મધ્યકાલીન સાહિત્યને ચકાસી શકાય નહિ; જેમ કે, મીરાંનું કાવ્ય તપાસતી વખતે માત્ર એના સ્વરૂપનો કે ભાષાકર્મનો વિચાર કરીએ તે ન ચાલે, એનો તો મુખ્ય આશય જ ભ િતનો છે. નરસિંહ કે મીરાંને તમે કવિ નથી તેમ કદાચ કહો તો ચાલે; ભ ત નથી તેમ કહો તો સહેજેય ન ચાલે. મીરાંની ભ િતને ભૂલીને તેનાં પદની ચર્ચા ન થાય. એ રીતે અત્યારના માપદંડોથી મધ્યકાલીન કૃતિને માપવાનો પ્રયત્ન કૃતક અને • યારેક સાવ કઢંગો પણ પુરવાર થાય. આ ગાળાની કાવ્યસામગ્રીને જેમ કલાના તેમ સંસ્કાર અને સંસ્કૃતિનાં ધોરણોએ જોવી-મૂલવવી પડે. મૌખિક પરંપરાનું - કથન કે કથા પરંપરાનું આ સાહિત્ય એ ‘પર્ફોર્મિંગ આર્ટ' હતું. એના ઘણા અંશો જીવંત હતા. એ અંશોને ફરીથી જીવંત કરીને મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરી શકાય. પદ ગાઈને જ ૨જૂ થઈ શકે અને તો જ એનો ઉઠાવ આવે. શ્રી ધાર્મિકલાલ પંડ્યા જેવા માણભટ્ટોની કલા દ્વારા જ પ્રેમાનંદનાં આખ્યાનોનો ખરો અનુભવ મળે. આ કાવ્યસાહિત્યને આજની શુદ્ધ કવિતાનો માપદંડ હમેશાં ન્યાધ્યકર ન પણ થાય. આ કંઠપરંપરાના કાવ્યસાહિત્યમાં ગાન-વાદ્ય વગેરેનો - સંગીતનો જે સાથ-સહકાર લેવાય તેનોયે આ કાવ્યસ્વરૂપોનો અભ્યાસ કરનારે ખ્યાલ કરવાનો રહે. આવાં કાવ્યસ્વરૂપોને આ ક્ષેત્રના અધિકારી ગાયકોકલાકારો દ્વારા ૨જૂ કરાવી તેમને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં અંકન કરાવી લેવાની તાતી જરૂર છે. સાહિત્યિક નિસબત મધ્યકાલીન સાહિત્યનું સંશોધન
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy