SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 38 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો લીધાં છે. જોકે આવો કોઈ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. આ ‘યોગશાસ્ત્રને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. આ ‘યોગશાસ્ત્રમાં વિવિધ દૃષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો, સમ્યકત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના ‘અષ્ટાંગયોગનો સાધુઓનાં મહાવ્રતો તેમજ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે છે ! 'वास्तानापरमेशरादपि परान भावैः प्रसाद नयंस्तैस्तैस्तचदुपायमूढ भगवनात्मन् किमाथास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाग्येनासता संपदा રસTIી ળ્યું પરમેડ તેનti dવ પtળે રસમુચ્છસ્મતે !' હે ઉપાયમૂઢ, હે ભગવાનું, હે આત્મનું, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે ? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 39 ‘યોગશાસ્ત્ર' ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો. પતંજલિના ‘યોગસૂત્ર' અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્રમાં વિષય, વિચાર અને આલેખનની ભિન્નતા હોવા છતાં એ બંનેનું સામ્ય તુલનાત્મક અભ્યાસનો વિષય બની રહ્યો છે. હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાંક સ્તોત્ર ભક્તિથી આર્ટ છે તો કેટલાંક તર્કયુક્ત પ્રૌઢિથી લખાયેલાં નારિ કેલપાક સમાં સ્તોત્ર છે. હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્રક જ નથી, બલ્ક ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મઅનુભવથી રસાયેલી છે અને આથી તેઓ ‘અયોગવ્યવચ્છેદિકાદ્વાત્રિશિકા'માં કહે છે : હે વીર, કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ દ્વેષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; યોગ્ય રીતે આત્મત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારો આશ્રય લીધો છે."* આમ ઊંડા મનન અને તર્કની કસોટીએ એમણે જિનદર્શનની પરીક્ષા કરી છે અને પછી જ એનો પ્રભાવ ગાયો છે. ‘અયોગવ્યવચ્છેદિકાદ્ધાત્રિશિકા’ અને ‘અન્યયોગવ્યવરચ્છેદદ્ધાત્રિશિકા' નામની બે દ્વાત્રિશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું છે રે; જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે
SR No.034275
Book TitleHemchandracharyani Sahitya Sadhna
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1998
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy