SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 36 ___ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 0. કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે. ‘પ્રમાણમીમાંસા' એ હેમચંદ્રાચાર્યનો પ્રમાણશાસ્ત્ર વિશેનો પાંચ અધ્યાયનો ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોવલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈનસુત્રસિદ્ધાંતો અને જૈનન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું ? લોકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દૃષ્ટિ હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. શ્રી મધુસૂદન મોદી ‘વાદાનુશાસન' અને ‘પ્રમાણમીમાંસા' એ બંને કૃતિઓ એક હોવાની સંભાવનાનો સંકેત કરે છે. સુત્રશૈલીએ રચાયેલા આ ગ્રંથને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રો પ્રમાણે એને આનિકોમાં વહેંચી દીધો છે. પંડિત સુખલાલજીએ હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'નું સમર્થ સંપાદન કર્યું છે. હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા માં પુરોગામી આચાર્યો સાથે જ્યાં સંમતિ હોય ત્યાં એમનાં વચનોમાં ફેરફાર કરવાની એમની લેખનપ્રણાલી નથી. જ્યાં પુરોગામી આચાર્યોનાં વિધાનોમાં સુધારોવધારો કર્યો છે ત્યાં એમની વેધ કે દૃષ્ટિનો પરિચય મળે છે. સીધી, સરળ અને સચોટ શૈલીમાં લખાયેલો ‘પ્રમાણમીમાંસા'નો આ ગ્રંથ જૈન ન્યાયના અભ્યાસીઓને માટે આશીર્વાદરૂપ ગણાય. આમાં અનેકાંતવાદ તેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 0 31 તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે . પરમસહિષ્ણુતાની દૃષ્ટિ દર્શનજ ગત અને તર્કસાહિત્યને ‘પ્રમાણમીમાંસા'માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે. યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો “ભવ્યજનોને બોધ મળે”** તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દૃષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રચી. શાસ્ત્ર, સગુરુની વાણી અને આત્માનુભવ – એ ત્રણ ‘યોગશાસ્ત્ર'ની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચંદ્રાચાર્ય આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શનરૂપ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યો છે. ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્યધર્મીઓમાં પણ પ્રિય બનાવ્યો છે. આ ‘યોગશાસ્ત્ર” બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાત્ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે. અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો
SR No.034275
Book TitleHemchandracharyani Sahitya Sadhna
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1998
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy