SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સમયગાળાને શાસનસમ્રાટ નેમિસુરિયુગ તરીકે ઓળખવામાં આવે છે. શાસનના સિંહ તરીકે વિખ્યાત એવા શ્રી વિજયનેમિસૂરિજીના આઠ પશિષ્યો જુદી જુદી જ્ઞાનશાખાઓના પ્રકાંડ અને સંઘમાન્ય વિદ્વાન આચાર્યા હતા. તેઓએ માત્ર જૈન સમાજની જ નહીં, બલકે ભારતીય સમાજ અને સંસ્કૃતિની સેવા કરી. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનાં પુનઃસ્થાપનમાં અમૂલ્ય પ્રદાન કરનારા આચાર્ય તરીકે તેઓ અગ્રિમ પંક્તિમાં બિરાજે છે. ૪૫ દુશ્મન તરફ હેત રા - ઉપદેશકના રસ્તામાં જેમ ફૂલો પથરાયેલાં હોય છે તેમ પગની પાનીમાં ઊંડે સુધી ખૂંપાઈ જાય તેવા કાંટાઓ પણ હોય છે. ઘણી વાર ફૂલ કરતાં તેઓને કાંટાનો સામનો વધુ કરવાનો હોય છે. એમાં પણ પોતાના જ માણસો પોતાને સમજતા નથી ત્યારે એમની ગેરસમજ મોટી ગરબડ ઊભી કરે છે. સોળ વર્ષ સુધી ભગવાનના શિષ્ય તરીકે રહેલો ગોશાલક એમનો હરીફ બન્યો. એ પછી કપરાં તપ અને ત્યાંગને કારણે જમાલિ પણ જુદો પડ્યો. માલિ સાથે એની સંસારી પત્ની અને ભગવાન મહાવીરની સંસારી પુત્રી પ્રિયદર્શના પણ પોતાના સાધ્વી સંઘ સાથે છૂટી પડી. આટઆટલું બન્યું તો પણ ભગવાને મૌન સેવ્યું. પોતાનાં સંસારી દીકરી-જમાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં બલ્ક આડકતરો પણ એક અક્ષર કહ્યો નહીં. એક વાર પ્રિયદર્શના પોતાના મંડળ સાથે શ્રાવસ્તી નગરીમાં આવી. અહીં ઢંક નામનો સુખી કુંભાર રહેતો હતો. એની ભાડશાલામાં એ ઊતરી. ટુંક સગુણોનો અનુરાગી હતો. એની અંદરખાનેથી ઇચ્છા હતી કે જમાલિ અને પ્રિયદર્શના સાચું તત્ત્વ સમજે અને પ્રભુ મહાવીરના પંથમાં પાછાં ફરે. | 11 શ્રી મહાવીર વાણી il જમીન પર પડતું પીળું પાન પોતાના સાથી પર્ણોને કહે છે - આજમે તમે જેવા છો એવું એક દિવસ હું પણ હતું. આજે જેવું હું છું એક દિવસ તમે પણ એવા હશો. શ્રી અનુયોગદ્વાર સૂત્ર ભાવમંજૂષા છે ૯૬ હ૭ & ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy