SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનના સિંહ નૈષ્ઠિક બ્રહ્મચર્ય, તેજસ્વી તપોબળ, પ્રબળ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિ-પ્રતિભા અને સાત્ત્વિક પ્રભાવશીલતા ધરાવતા આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી વીસમી સદીના સૌથી સમર્થ સુરિચક્રવર્તીનું બિરુદ પામ્યા હતા. આ યુગસર્જક આચાર્યશ્રીએ સંયમજીવનના પ્રારંભે જ જીવનધ્યેયો નક્કી કર્યા હતાં. તેઓનું પ્રથમ જીવનધ્યેય હતું જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધાર. ધર્મશાસ્ત્રોના ગ્રંથસંરક્ષણ, ગ્રંથલેખન અને પ્રકાશનની સાથોસાથ એમણે અમૂલ્ય ધર્મગ્રંથો ધરાવતા જ્ઞાનભંડારોની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું. તેઓની પ્રેરણાથી જૈન સમુદાયમાં સર્વપ્રથમ જૈન સાહિત્યના પ્રકાશનનો પુનિત પ્રારંભ પણ વિશેષ રૂપે થયો. એમનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્ય પરંપરા સર્જવાનું. પરિણામે તેઓએ અનેક બહુશ્રુત આચાર્યો અને વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી હતી. હજારો માઈલનો વિહાર કરીને પ્રાણની પણ પરવા કર્યા વિના હિંસક માનસ ધરાવતા માછીમાર અને અન્ય જાતિના લોકોને સદુપદેશ આપ્યો. એક વાર તેઓના ઉપદેશથી દાઠા ગામમાં માછીમારોએ માછલાં મારવાની હજારો જાળની હોળી કરીને જીવનભર માછીમારીનો ત્યાગ કર્યો હતો. દેવ-દેવીઓને મૂંગા પશુઓનો ભોગ ચડાવવાની પ્રથા બંધ કરાવી અને પાંજરાપોળની પ્રવૃત્તિમાં પ્રાણ પૂર્યો. વિ. સં. ૧૯૮૩માં ગુજરાતમાં જળપ્રલય થયો ત્યારે શ્રાવકોને પ્રેરણા આપીને દુઃખી અને પીડિતોને કાજે વિશાળ ફંડ કરાવ્યું. વળી દુષ્કાળ, જળપ્રલય અને રોગોના ઉપદ્રવ સામે અથવા તો શ્રાવકક્ષેત્રના ઉદ્ધાર માટે અન્નદાન અને ગુપ્તદાન અપાવવાની એમની શક્તિ અજોડ હતી. એમનું એક લક્ષ તીર્થોદ્ધારનું હતું અને એમના રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ હતો. શ્રી કદમ્બગિરિ તીર્થ, શ્રી શેરીસા તીથ, માતર, રાણકપુર તેમજ સ્થંભતીર્થ જેવાં અનેક તીર્થો અને કેટલાંય ગામનાં જીર્ણ જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી શ્રી ગિરનાર તીર્થ અંગે જૂનાગઢના નવાબ સામે ચાલી રહેલા અદાલતી કેસમાં તેઓએ તીર્થરક્ષા કાજે અવર્ણનીય જહેમત ઉઠાવી હતી. શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી તારંગા તીર્થ, શ્રી અંતરીક્ષજી તીર્થ જેવાં તીર્થોની વિકટ સમસ્યા ઉકેલવા માટે એમણે સમગ્ર સમાજને વિવેકદૃષ્ટિ, ઊંડી સૂઝ અને જરૂર પડે સાહસનો સદુપદેશ આપ્યાં હતાં. એ સમયના ભાવનગર રાજ્યના મુત્સદી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને એમ કહ્યું હતું, તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટું છે, બનવું મુશ્કેલ છે ત્યારે તમે કદંબગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો અને એમના આશીર્વાદ મેળવી લેજો.” આ દાઢીવાળા ગુરુ એટલે શાસનસમ્રાટે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી. એમના ગહન શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વ્યાખ્યાનશૈલી, કઠોર ધર્મચર્યા અને જીવંત દીર્ઘદૃષ્ટિને કારણે તેઓ જૈન અને જૈનેતર - એમ સમગ્ર પ્રજાસમૂહમાં આદરણીય બન્યા હતા. દેશના પ્રખર પંડિત એવા શ્રી મદનમોહન માલવિયાજી પણ એમનો સત્સંગ કરીને ધન્યતા અનુભવતા હતા. રાજા, મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ એમની વ્યાખ્યાનશૈલીથી અને એમના પ્રચંડ વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા. આટલી બધી કીર્તિ સાંપડી હોવા છતાં તેઓ અંતરથી નિઃસ્પૃહ અને આત્મલીન હતા. વિ. સં. ૧૯૨૯ની કારતક સુદ ૧ ના રોજ મહુવામાં તેઓનો જન્મ થયો અને વિ. સં. ૨૦૦૬ના બેસતા વર્ષે મહુવામાં જ અંતિમ વિદાય લીધી. શનિવારે જન્મ અને શનિવારે પૂર્ણ દેહવિલય ! ૨૦ ઘડી ૧૨ પળે જન્મ અને બરાબર એ જ સમયે પૂર્ણવિલય. ૭૭ વર્ષના જીવનકાળમાં તેઓએ એવાં કાર્યો કર્યો કે એ ભાવમંજૂષા હ૪ ૫ @ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy