SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મુંબઈ નગરી છે સ્મશાન એમણે કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. આ બધું જ નાટક છે. જેવી વૃત્તિ કરશો તે પ્રમાણે ભોગવશો. કોઈ પણ માણસ કે પ્રાણી દુ:ખી હોય, વ્યાધિ કે પીડા ભોગવતા હોય તો એમને એ અસહ્ય વેદના નરકની વેદના જેવી લાગે છે. બહારથી માનવી સુખી હોય, પરંતુ અંદરથી તો દુઃખી જ હોય છે. બાહ્ય દૃષ્ટિએ આબરૂદાર હોય, પણ ભીતરમાં એ દેવાદાર હોય છે. કોઈને સ્ત્રી, કુટુંબ કે પરિવારની ચિંતા હોય છે. કોઈને દીકરા-દીકરી પરણાવવાનાં હોય છે. કોઈને હૃદયમાં આજીવિકાનું દુ:ખ હોય છે. આમ બધા જ અંતરમાં પીડા અનુભવતા હોય છે. આ રીતે શ્રીમદે મણિલાલભાઈને સંસારનું અસલી નાટક બતાવ્યું. જ્ઞાની પુરુષ જગતને અને જગતની લીલાને દૂર રહ્યું રહ્યું નીરખતા હોય છે. એક અવિનાશી આત્મા સિવાય બીજું બધું નશ્વર હોય છે. જ્ઞાની પુરુષો તો આત્માનુભવ થવાથી બાહ્ય વસ્તુમાં વળતા નથી. એક વાર શ્રીમદ્ મુંબઈના નિવાસસ્થાન દરમિયાન ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં સ્મશાનભૂમિ આવી. શ્રીમદે પોતાની સાથે ફરવા આવેલા સજ્જનને પૂછયું, “ભાઈ, આ શું છે ?” પેલા સજ્જને સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો, “આ તો સ્મશાનભૂમિ માત્ર તેત્રીસ વર્ષના અલ્પ આયુષ્યમાં શ્રીમદ્ રાજચંદ્રએ માનવજાતનું અહર્નિશ કલ્યાણ કરે એવી ઉત્તમ ભાવનાઓ આપી. બાહ્ય જીવનની અનેક ઉપાધિઓ વચ્ચે એમણે આંતરજીવનની અદ્ભુત યાત્રા કરી. પોતે જે આત્માનું અમૃત મેળવ્યું તે પત્રો અને કાવ્યર્ન મારફતે વિશ્વને આપ્યું. આવી મહાન વિભૂતિનું જીવન અભુત ઘટનાઓથી તો ભરપૂર છે પરંતુ મહામાનવીની વિશેષતા એ છે કે એની પાસે સામાન્ય ઘટના પણ અસામાન્ય ઘટના બની જાય છે. શ્રીમદ્ રાજચંદ્રના અસામાન્ય જીવનને સહુ જાણે છે, પરંતુ અહીં અસામાન્ય બોધ આપતા એમના જીવનના સામાન્ય લાગતા પ્રસંગો આલેખીએ છીએ, એક વાર શ્રી સોભાગભાઈના પુત્ર મણિલાલભાઈએ શ્રીમદ્ કહ્યું કે આજે નાટક જોવા જેવું છે. આ સમયે શ્રીમદે એમને ઊભા થઈ બારી આગળ આવવાનું કહ્યું. મણિલાલભાઈ આવ્યા એટલે શ્રીમદે બારી બહારની દુનિયા બતાવતાં કહ્યું કે જુઓ, સામે ઘોડાગાડીમાં માણસો જતા દેખાય છે. કોઈ ગરીબ માણસ ભીખ માગી રહ્યો છે. કોઈ લાચાર અને કોઈ બીમાર છે. મણિલાલે આ જોયું અને શ્રીમદે કહ્યું કે આ બધા આ સાંભળી શ્રીમદે માર્મિક વચનો કહ્યાં, “અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ.” આમ વીતરાગી શ્રીમદ્રને જગતનું અણુમાત્ર પણ ગમવાપણું નહોતું. સામાન્ય માનવીને મુંબઈ નગરી મોહમયી લાગતી હતી જ્યારે શ્રીમદ્ એ નગરી અમોહ સ્વરૂપે ભાસતી હતી. શ્રીમદ્ રાજચંદ્રએ જગતને અજોડ તત્ત્વદર્શન આપ્યું. 1 શ્રી મહાવીર વાણી | માથું કાપનાર શત્રુ પણ એટલો અપકાર નથી કરતો, જેટલો દુરાચરણમાં આસક્ત આત્મા કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાવમંજૂષ બ હeo A B ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy