SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ધર્મ એટલે અંતરની આરત પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં મહાન આચાર્યનું આગમન થયું. આ આચાર્ય ગહન ધર્મતત્ત્વના પરમ જ્ઞાતા હતા અને સર્વત્ર એમના જ્ઞાનની ખ્યાતિ પ્રસરેલી હતી. પ્રતિષ્ઠાનપુર નગરમાં અમુક તિથિએ એમની ધર્મસભાનું આયોજન થયું. યોજ કોએ સઘળી તૈયારી કરી. વળી ધર્મસભા બાદ આગંતુક શ્રોતાજનો માટે સાધર્મિક વાત્સલ્ય (ભોજન સમારંભ) પણ રાખ્યું હતું, આથી સભામાં ઘણી મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહે એવી શક્યતા હતી. આચાર્યશ્રીએ એકાએક જાહેર કર્યું કે ધર્મસભાનો દિવસ બદલવામાં આવ્યો છે અને હવે અઠવાડિયા બાદ એ ધર્મસભા યોજાશે, પરંતુ હવેની એ ધર્મસભામાં માત્ર એક લાડુની પ્રભાવના આપવામાં આવશે. વળી, ધર્મસભાનો નિયત દિવસ નજીક આવતો હતો, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે હવે પાંચેક દિવસ પછી ધર્મસભા રાખીશું, પરંતુ એ સભાના અંતે સાધર્મિક વાત્સલ્ય કે પ્રભાવના કશું નહીં હોય. વળી પાછો તે નિયત દિવસ આવે તે પૂર્વે આચાર્યશ્રીએ ધર્મસભાની તિથિમાં પરિવર્તન કર્યું અને કહ્યું કે હવે પાંચેક દિવસ બાદ અચૂક ધર્મસભા યોજાશે. ભાવમંજૂષા દર ૮૮ 49 એ દિવસે ધર્મસભા યોજાઈ. આચાર્યશ્રી આવ્યા અને કહ્યું, “ભાઈઓ સારી એવી છટણી થઈ ગઈ છે. અન્ય હેતુ અર્થે ધર્મસભામાં આવનારાઓની બાદબાકી થઈ ચૂકી છે. હવે આ સભામાં જે શ્રોતાઓ ઉપસ્થિત છે, એમને ખરેખર ધર્મમાં રુચિ છે અને એમને માટે હું જરૂર વ્યાખ્યાન આપીશ.” એક જિજ્ઞાસુએ પૂછ્યું, “આમ વારંવાર નિયત તિથિમાં પરિવર્તન કરવાનો હેતુ શો ?” આચાર્યએ કહ્યું, “ધર્મ એ અંતરની આરત માગે છે. હૃદયમાં તાલાવેલી હોય, તો જ ધર્મ પામી શકાય. જેમના હૃદયમાં તાલાવેલી કે જ્ઞાનપિપાસા ન હોય, એ ધર્મને નામે આડંબર રચે છે કે પ્રદર્શન કરે છે. આ સાચો ધર્મ નથી, તેથી આવા ધર્મ સિવાયના અન્ય હેતુ ધરાવનારા શ્રોતાજનોની બાદબાકી કરી.” g 11 શ્રી મહાવીર વાણી 11 આત્મા મન, વચન અને કાય યોગોનો નિગ્રહ કરી, શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરી સંપૂર્ણ વિકારરહિત બન્ને છે ત્યારે તે કર્મોનો ક્ષય કરી સર્વથા નિર્મળ બની, મોક્ષ પ્રાપ્ત કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર ૮૯ ૩ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy