SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાને ઇન્દ્રોત્સવની પુષ્પમાળા પહેરવાની તક મળે તો ! મનમાં પોતાની જાત માટે હસવું પણ આવ્યું. થયું કે અલ્યા ટીલા ! આવા તે મનોરથ કરાતા હશે ! ઘેર હાંલ્લાં કુસ્તી કરે છે અને અહીં પુષ્પમાળા પહેરવાનો વિચાર જાગે છે ? વિચારને કોઈ વર્ણ હોતો નથી. જાતિ, જ્ઞાતિ કે ગરીબ અમીરના કોઈ ભેદ હોતા નથી. ટીલાના ભોળા હૃદયમાં અવનવા ભાવ જાગતા હતા. પ્રભુભક્તિ કરનારું એ ભોળું હૃદય હતું. આવા ભોળા હૃદયની ભાવનાના પડઘા હંમેશાં પડતા હોય છે. આથી ભોળા હૃદયનો ભાવનાશાળી ટીલો મેદની વચ્ચે દોડ્યો અને આગળ આવીને બોલ્યો, “મારેય બોલી બોલવી છે. હું પણ ભગવાનનો ભક્ત છું.” જનસમૂહની નજર ટીલા પર પડી. ચારે બાજુ મોટો ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈએ કહ્યું, “અરે ! આના દેદાર તો જુઓ. દરિદ્રતાની જાણે જીવતીજાગતી મૂર્તિ." બીજો બોલી ઊઠ્યો, “હાલત સુદામા જેવી છે અને વૈભવ શ્રીકૃષ્ણનો મેળવવો છે. આમ તે કાંઈ થતું હશે ?” કોઈએ કહ્યું, “આ તે નાના મોંએ મોટી વાત છે. ગજવામાં પૂરા સો દ્રમ્મ પણ નથી અને આવી મોટી બોલી બોલવા નીકળ્યો છે.” કોઈએ ટીલાને પાગલ માન્યો. એને કોઈએ રસ્તો આપ્યો નહીં. ટીલો ફરી કરગરી રહ્યો. એણે આજીજી કરીને કહ્યું, “મારી પર દયા કરો. મારેય ભગવાનના ચરણે મારી ભેટ ધરવી છે.” જનમેદનીમાં બેઠેલા મહામંત્રી વસ્તુપાળની નજર કરગરતા ટીલા પર પડી. એના ભોળા ચહેરા પર સાચા દિલની ભાવનાની રેખા હતી. એવા અવાજમાં ભક્તિની આરત હતી. એની વાણીમાં ઉત્કટ પ્રભુરાગ હતો. આ જોઈને મહામંત્રી વસ્તુપાળે ટીલાને બોલાવ્યો. ટીલાએ કહ્યું કે આજે એ એની પાસે જે કંઈ ધન છે તે સર્વસ્વ ન્યોછાવર કરવા ચાહે છે. મહામંત્રી વસ્તુપાળે વિચાર્યું કે લાખોની બોલી બોલનારા પાસે અઢળક ધન છે અને તેમાંથી થોડું ધન આપવા ચાહે છે. એમને માટે એમની વિપુલ સંપત્તિનો નાનો ભાગ છે. જ્યારે ટીલો તો પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા માગે છે. એની ભાવનાનાં મૂલ થઈ શકે તેમ નથી. ધર્મ એ ધનના ત્રાજવે તોળાય નહીં એ તો ભાવનાના કાંઠે જોખાય. આથી મંત્રીશ્વર વસ્તુપાળું ટીલા શ્રાવકની બોલી માન્ય ભાવમંજૂષા ∞ ૪૮ 29 રાખી. ટીલાએ પોતાના જીવનની સઘળી મૂડી જેવા બાર રૂપિયા મંત્રીશ્વરના હાથમાં મૂકી દીધા. ટીલાના કંઠમાં બહુમાનપૂર્વક ઇન્દ્રમાળા પહેરાવવામાં આવી. દેવમંદિરનો રંગમંડપ ટીલાની સમર્પણની ભાવના અને મંત્રીશ્વરના હૃદયની વિશાળતા અનુભવી રહ્યો. એ દિવસે ધનસંપત્તિને બદલે ભાવનાનો મહિમા થયો. ધર્મ એ ભાવનામાં વસે છે. ભવ્યતા, સમૃદ્ધિ કે મહોત્સવોમાં નહીં. 1 શ્રી મહાવીર વાણી 1 હું સમસ્ત જીવોની ક્ષમા માગું છું અને બધા જીવ મને ક્ષમા પ્રદાન કરે. મારી સર્વ જીવો સાથે મૈત્રી છે. કોઈની સાથે મારો વૈર-વિરોધ નથી. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૧૦, ૧૩ ૪૯ ૬૦ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy