SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાનો મહિમા પહોંચી ચૂક્યા છે. હવે આયુષ્યનો ભરોસો નથી. ત્યારે આ કામ ઝડપી ગતિએ થવું જોઈએ, તેને બદલે ઘણી મંદ ગતિએ ચાલે છે. જો કામ આટલું ધીમું ચાલશે તો કાર્યસિદ્ધિ જોવા પોતે જીવતા નહીં હોય. આથી વસ્તુપાળે આ કામ ત્વરિત ગતિએ આગળ ધપાવવા કહ્યું. વસ્તુપાળના લઘુબંધુ તેજપાળનાં પત્ની અનુપમાદેવી એમની ભાવના અને કાર્યકુશળતાથી જાણીતાં હતાં. એમણે આ વાતનો ભેદ પામવા પ્રયાસ કર્યો. ગોકળગાયની ગતિએ ચાલતા કામનું મૂળ કારણ જાણવા પ્રયત્ન કર્યો. એમણે જોયું તો આબુ પર્વત પર કડકડતી ઠંડીને કારણે શિલ્પીઓ ઝડપથી કામ કરી શકતા નહોતા. પર્વત પર પહોંચતાં પારાવાર મુશ્કેલ પડતી હતી. વળી માંડ માંડ કામ શરૂ કરે ત્યાં ભોજનનો સમય થઈ જતો. બધા રસોઈના કામમાં લાગી જતા. પગાર એટલો ઓછો હતો કે પૌષ્ટિક ખાવાનું પોસાય નહીં. આમ સામાન્ય ભોજન કરીને વળી કામ શરૂ કરે ત્યાં સાંજ પડવા આવે. ટાઢમાં આખું શરીર થીજી જાય. આવે વખતે શિલ્પીઓનાં આંગળાં ક્યાંથી કામ કરી શકે ! અનુપમાદેવીએ વિચાર્યું કે મંદિરનું કામ એ રીતે થાય કે જ્યાં કોઈનુંય મન દુભાય નહીં. મૂર્તિ ઘડનારા શિલ્પીઓ દુ:ખી હોય તો એ મૂર્તિમાં કઈ રીતે ભાવ લાવી શકે ? આથી અનુપમાદેવીએ શિલ્પીઓ માટે ખાસ ભોજનાલય ઊભું કર્યું. થાકેલા શિલ્પીઓના મર્દન માટે માણસો રાખ્યા. દિવસ અને રાતના કામના શિલ્પીઓ જુદા જુદા રાખ્યા. અનુપમાદેવી તો કહે કે જેમાં સહુ કોઈ રાજી એમાં જ દેવ રાજી . અનુપમાદેવીની સૂચના પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ અને આબુ ગિરિરાજ પર લૂણિગવસહી નામે ભવ્ય, મનોહર અને કલાત્મક પ્રાસાદ તૈયાર થયો. એ આજે પણ લુણિગની અમર સ્મૃતિનું સ્મરણ કરાવે છે. આમ, ધર્મકાર્ય સાથે માનવતાને જોડવી જોઈએ. મંદિરના પૂજારી પેટ પૂરતું ખાવા પામતો ન હોય તો તે કઈ રીતે પ્રભુ પ્રત્યે ભાવના રાખી શકવાનો છે ? ધર્મસંસ્થાનો ગુમાસ્તો રાત-દિવસ કામ કરતો હોય અને છતાં સાવ નજીવી રકમ મેળવે તે ધર્મભાવના કઈ રીતે જાળવી શકવાનો ? ગિરિરાજ શત્રુંજય પર મહામંત્રી વસ્તુપાળ, મંત્રી તેજપાળ અને ધર્માચાર્યો અને યાત્રિકો આવ્યા હતા. ગુજરાતના આ મંત્રીશ્વરે સંઘ કાઢ્યો હતો અને આ પાવન ગિરિરાજ પર ઇંદ્રોત્સવ ઊજવવાની તૈયારી થતી હતી. રાજપુરુષો અને શ્રેષ્ઠીઓ અહીં સામાન્ય માનવીની માફ ક ઈશ્વરની સેવાપૂજામાં ડૂબેલા હતા. આ સમયે શત્રુંજયની નજીકમાં આવેલા ટિમાણક ગામમાંથી ટીલો નામનો સીધોસાદો શ્રાવક અહીં આવ્યો હતો. શ્રાવક અત્યંત ગરીબ હતો પણ પ્રભુભક્તિથી સમૃદ્ધ હતો. એના અંતરમાં ભગવાન પ્રત્યે કેટલીય ભાવનાઓ ઊભરાતી હતી. આવો ટીલો ઘી વેચવાનો વેપાર કરતો હતો. એણે જાણ્યું કે ગુજરાતનાં બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળ સંઘ લઈને આવ્યા છે ત્યારે એના મનમાં એમને જોવાનો ભાવ જાગ્યો. ગિરિરાજ શત્રુંજય પર આવીને એણે પ્રભુભક્તિ કરી અને પછી ઉત્સવની પુષ્પમાળાની બોલી બોલાતી હતી ત્યાં આવીને ઊભો રહ્યો. કોઈએ હજાર દ્રમ્મ કહ્યા તો કોઈએ બે હજાર દ્રમ્ય કહ્યું. આમ બોલી વધતી ગઈ અને લાખો દ્રમ્મ સુધી પહોંચી ગઈ. કોણ જાણે કેમ ટીલાના મનમાં એવા ભાવ જાગ્યા કે ભાવમંય ને કે ૪૩ % ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy