SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ – ગ્રંથસહયોગ D શ્રી દામજીભાઈ ઍન્કરવાલા શ્રી જાદવજીભાઈ ઍન્કરવાલા પ્રકાશકનું નિવેદન જૈન ધર્મના જ્યોર્તિધર અને ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા એવા વીરચંદ રાઘવજી ગાંધીની ટપાલટિકિટ વર્લ્ડ જૈન કન્ફેડરેશન દ્વારા રિલીઝ થઈ રહી છે ત્યારે સંસ્થાને સ્વાભાવિક રીતે સાર્થકતા ભર્યો અનુભવ થાય છે. વળી એની સાથોસાથ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના ‘ધ યોગ ફિલૉસોફી”, “ધ જૈન ફિલૉસોફી’ અને ‘અનનોન લાઇફ ઑફ જિસસ ક્રેઇસ્ટ’ એ ત્રણ અંગ્રેજી ગ્રંથોનું સમીક્ષાત્મક સંપાદન પ્રગટ થાય છે તેમજ ભારતીય સંસ્કૃતિનો આત્મા’ એ શીર્ષકે વીરચંદ રાધવજી ગાંધીનું ચરિત્ર પણ પ્રકાશિત થઈ રહ્યું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર અને જૈનદર્શનના અભ્યાસી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ આ કાર્ય કર્યું, તે અમારે માટે આનંદની બાબત છે. વળી આ ચારેય ગ્રંથના પ્રકાશનમાં શ્રી દામજીભાઈ એંકરવાલા અને શ્રી જાદવજીભાઈ એંકરવાલાના સહયોગ માટે અમે આભારી છીએ. આજથી બારેક વર્ષ પૂર્વે જૈન સોશ્યલ ગ્રુપ આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતના પ્રખ્યાત બંધારણવિદ્ શ્રી નાની પાલખીવાલાએ કહ્યું હતું કે, ‘એકવીસમી સદી એ જૈનોની સદી બનશે.' એમની આ ભાવનાનો પડઘો ઝીલીને ડૉ. એલ. એમ. સિંઘવી, શ્રી સી. એન. સંઘવી અને શ્રી પ્રતાપ ભોગીલાલે દેશ અને વિદેશના મિત્રોનો સહકાર સાધીને શ્રી નાની પાલખીવાલાની એ ભાવના સાકાર કરવા માટે પ્રયત્ન આરંભ્યો અને પરિણામે વર્લ્ડ જૈન કન્ફેડરેશન સંસ્થાની સ્થાપના થઈ. અગ્રણી ન્યાયવિદ, સમર્થ તત્ત્વવિદ તથા બ્રિટન ખાતેના ભારતના પૂર્વ હાઇકમિશનર એવા ડૉ. એલ. એમ. સિંઘવીએ એનું પ્રમુખપદ સ્વીકાર્યું અને જૈન સાહિત્ય અને સંસ્કારનાં વિશિષ્ટ કાર્યો કરનાર શ્રી પ્રતાપ ભોગીલાલને ટ્રસ્ટીમંડળના ચૅરમૅનનો હોદ્દો સ્વીકારવા વિનંતી કરાઈ. આજે આ સંસ્થાના પ્રમુખપદે અનેક દેશોમાં ભારતીય રાજદૂત તરીકે રહી ચૂકેલા જૈન ધર્મના અભ્યાસી એવા ડૉ. એન. પી. જૈન છે અને એનું ચૅરમૅનપદ અગ્રણી ઉદ્યોગપતિ અને અનેક સેવાભાવી સંસ્થાઓમાં આર્થિક સહયોગ આપનાર શ્રી અરુણ મહેતા સંભાળે છે. ૨૦૦૧ની ૮મી એપ્રિલે ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણક વર્ષ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીએ આ સંસ્થાનો મંગલ પ્રારંભ કર્યો. વળી એમણે એવો પણ અનુરોધ કર્યો કે આજના જગતને આતંકવાદ, ઉપભોક્તાવાદ અને ધાર્મિક કટ્ટરતાવાદથી ઉગારવા માટે ભગવાન મહાવીરનો અહિંસા, અનેકાંત અને અપરિગ્રહનો સિદ્ધાંત સૌથી વધુ કારગત નીવડી શકે તેમ છે અને આને માટે ભગવાન મહાવીરના સંદેશાને વખતોવખત વિશ્વ સમક્ષ 7
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy