SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Bharatiya Sanskrutino Atma (A Life sketch of Virchand Raghavji Gandhi Ane 'Radva-Kutvani chal vishe no nibandh) by Kumarpal Desai પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૨૦૦૯ કિંમત - રૂ. ૧૦૦/ 14 પ્રકાશક : વર્લ્ડ જૈન કન્ફેડરેશન પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જૈન કન્ફેડરેશન મહેતા બિલ્ડિંગ, પહેલે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩ ટેલિફેક્સ : ૦૨૨ ૨૨૬૩ ૨૨૨૦ E-mail : worldjaina mtnl.net.in મુદ્રકઃ ડ્રીમ પ્રિન્ટર્સ સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫ મોબાઈલ : ૯૯૯૮૮ ૯૦૨૩૩ પ્રારંભે કેટલાંક વ્યક્તિત્વો એવાં હોય છે કે જેમને વિશે જેમ જેમ વધુ અભ્યાસ અને સંશોધન કરીએ, તેમ તેમ તેમનાં વ્યક્તિત્વની નવી નવી ક્ષિતિજોનાં દર્શન થતાં હોય છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર અને મુરબ્બી શ્રી કાંતિલાલ કોરાએ એક વાર વીરચંદ ગાંધી વિશે લખવા માટે આગ્રહપૂર્વક કેટલાંક પુસ્તકો મોકલ્યાં. શ્રી રાજકુમાર જૈને એમાં વિશેષ સામગ્રી ઉમેરી આપી. પરિણામે ઈ. સ. ૧૮૮૫માં ખંભાતમાં યોજાયેલા છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહમાં વીરચંદ ગાંધી વિશે સંશોધનલેખ વાંચવાનું બન્યું. અમદાવાદમાં એમની અર્ધપ્રતિમા તૈયાર કરતી વખતે શિલ્પી સાથે બેસીને કેટલાય કલાકો ગાળ્યા. એમાંય શ્રાવકની પાઘડી જુદી હોય, તેથી વીરચંદ ગાંધીની પાઘડી મેળવવા માટે મહુવાની આસપાસના વયોવૃદ્ધ શ્રાવકો પાસે ગયો અને પાઘડી મેળવી. પ્રથમ વિશ્વધર્મ પરિષદની શતાબ્દી ૧૯૯૩માં શિકાગોમાં યોજાઈ, ત્યારે એ ધર્મપરિષદમાં વીરચંદ ગાંધી વિશે પેપર રજૂ કર્યું. ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનૉલોજી, ‘જૈના’ અને નેમુ ચંદરયા, પ્રવીણ સી. શાહ (ન્યૂયૉર્ક) અને પ્રવીણ સી. શાહ (નૉર્થ કૅરોલિના) જેવા મિત્રોના સહયોગથી એમના પરિવારને ઉપયોગી થવાના પ્રયત્નો કર્યા. અલ્પ આયુષ્યમાં અનેક વિષયો પર આગવી છટા, ઊંડો અભ્યાસ અને પ્રવાહી રજૂઆતથી વક્તવ્ય આપનારા વીરચંદ ગાંધીનું ચરિત્ર લખવાનું સ્વપ્ન વર્ષોથી ચિત્તમાં ઘૂમતું હતું અને તે વર્લ્ડ જૈન કન્ફેડરેશનના પ્રેમભર્યા આગ્રહને કારણે સાકાર બન્યું છે. આ માટે આદરણીય શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી અરુણભાઈ મહેતા, શ્રી એન. પી. જૈન, શ્રી એચ. એસ. રાકા જેવા મહાનુભાવોનો આભારી છું. આ અંગે પુસ્તકોના સંદર્ભ મેળવી આપવામાં સહાયક એવા શ્રીમતી પ્રીતિ એન. શાહ અને શ્રીમતી ઇલાબહેન શાહ તેમજ આમાં મદદરૂપ થનારા ડૉ. બિપિન દોશી તથા શ્રી મહેશ ગાંધીનો આભારી છું. આ પુસ્તક દ્વારા વીરચંદ ગાંધીના વિરાટ વ્યક્તિત્વનો વાચકોને સ્પર્શ થશે એવી શ્રદ્ધા છે. ૧ નવેમ્બર, ૨૦૦૯ - કુમારપાળ દેસાઈ
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy