SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકના હૃદયમાં કવિતાની જ્યોત જાગી ઊઠી. અંતરમાં સૂતેલી કાવ્યવીણાના તાર રણઝણી ઊઠ્યા. મનમાં કંઈકંઈ ભાવો ગૂંજવા લાગ્યા. અજબગજબની ઊર્મિઓ ઊભરાવા લાગી. આપોઆપ એક કાવ્યની રચના થઈ. “ઓ ઇશ્વર માબાપ તું, છે તારણહાર; સા૨ો ક૨ મુજને પ્રભુ, લે મારી સંભાળ, સારી વિદ્યા આપ તું, દુર્ગુણ દોષો ટાળ; કૃપા કરી મુજને પ્રભુ, ગણજે તારો બાળ. જગમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ; સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર વ્હાલ.” આમ બાળપણમાં જ કવિતાનું ઝરણું સુંદર રીતે પ્રગટ થઈને વહેવા લાગ્યું. સાહિત્યનું સર્જન અને આત્માની સાધના એ બે એમનાં જીવનનાં મુખ્ય ધ્યેય. આ બંને ધ્યેયોનો સુમેળ કાવ્યરચનાથી થયો. કવિતાની કલા અંતરની ભાવનામાં એકરૂપ બની ગઈ. આરંભની કવિતામાં ભાવના હતી, તો ધીમે ધીમે એમાં ઊંડાણ સધાવા લાગ્યું. માત્રામેળ અને છંદમેળની એમની કવિતા વધારે ગૌરવવંતી અને મનમોહક બની. આ બુદ્ધિસાગરજી સાધુ બન્યા પણ એમની જ્ઞાનસાધના ચાલુ રહી. સાહિત્યસર્જનનું અને કવિત્ત્વનું ઝરણુંય વહેતું રહ્યું. એ જમાનામાં સાધુસમુદાય શિષ્યોની સંખ્યા વધારવાની પ્રવૃત્તિમાં પડ્યો હતો. જેમ વધારે શિષ્યો એમ મહત્તા વધારે. શ્રાવકો એમના સંખ્યાબળને જોઈ એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માને. જે સાધુને ઓછા શિષ્યો એની ઓછી ભક્તિ થાય. શિષ્ય બનાવવાનો મોહ વધતો ચાલ્યો. સંખ્યા વધારવા પ૨ નજ૨ રહેતી તેથી પાત્રતા બહુ ઓછી જોવાતી. એક વખત તો એવો આવ્યો કે જૈન બાળકોની સ્થિતિ જોખમમાં આવી ગઈ. બાળક કલાક-બે કલાક ન દેખાય તો માતા-પિતાના હૈયે ફાળ પડતી. એની શોધ એના ગોઠિયાને ઘેર નહિ, પણ ઉપાશ્રયમાં થતી હતી. બાળકોને સંતાડીને સાધુનો વેશ પહેરાવી દેવામાં આવતો. બુદ્ધિસાગરજી મહારાજ વિચાર કરે છે કે ક૨વું શું ? લોકોમાં વાતો થતી હતી કે એક સાધુરાજે તો એકસો ને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. બુદ્ધિસાગરજી મહારાજને આવી વાતોથી ભારે દુઃખ થતું. તેઓ વિચાર કરતાં કે આવા વગર વિચા૨ે થયેલા સાધુઓ કઈ રીતે ધર્મપ્રવૃત્તિ કરે. એનાથી કોનું કલ્યાણ થાય. સમજીને સાધુતા સ્વીકા૨ના૨ એક સાધુ અનેકનો તા૨ક બનશે. પોતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હોય, કદી પણ વેશ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જીવનકથામાં પણ એક એવું અદ્ભુત તત્ત્વ છે કે જે કોઈ નાસ્તિકના હૃદયને પણ પલટાવી મૂકે છે. એમનો વિહાર, ઉગ્ર સંયમ, ગહન અભ્યાસ, વંદનીય દીક્ષા, સમાજને સાચી રાહ અને ધર્મને સાચી દિશા આપવાનું એમનું કાર્ય એ એમના અદ્ભુત રસની પરાકાષ્ઠા સમા જીવનના ઉત્તુંગ શિખરો છે. 33
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy