SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ નાનકડા બાળકને ભણવાની ભારે લગતી લાગી. મનમાં થયું કે મારે ખૂબ ખૂબ ભણીને વિદ્વાન તરીકે નામના મેળવવી છે. - સરસ્વતી દેવીની એક છબી લાવીને ઘરના ગોખમાં મૂકીને પ્રાતઃકાળે માતા સરસ્વતી દેવીની આરાધના કરવા લાગ્યો. સ્નાન કરીને છબીને પ્રણામ કરીને નિશાળે જાય, નિશાળમાં ગુરુજનો આ છોકરા પર ખૂબ ભાવ રાખે. સાંજે નિશાળેથી છૂટીને ઘેર આવ્યો હોય ત્યારે કકડીને ભૂખ લાગી હોય. થાક ખૂબ લાગ્યો હોય, તોય આ છોકરો તો ઘેર આવી દફતર ટીંગાડે. હાથપગ ધૂએ. માતા સરસ્વતીને દીવો કરે, પછી ભોજન કરવા બેસે. ક્યારેક નિશાળમાં કોઈ દાખલો ન આવડે ત્યારે બાળકનું મન મૂંઝાઈ જાય. ઘેર આવી સરસ્વતીની છબી સામે હાથ જોડી એને પ્રાર્થના કરે. મારા પર પ્રસન્ન થાવ. તમે કહો તે તમારી સેવા કરું. આજે નિયમ લઉં છું કે જ્યાં સુધી તમે પ્રસન્ન નહિ થાવ ત્યાં લગી પાન, સોપારી, અડદની દાળ અને ટીંડોળાનું શાક ખાઈશ નહીં.” - એવામાં એને એક મંત્ર મળી ગયો. કોઈ જૂની પોથીના પૃષ્ઠો પર એ મંત્ર લખેલો હતો. માતા સરસ્વતીને પ્રસન્ન કરવાનો મંત્ર. ખોવાયેલા બાળકને ઘર મળતાં જેટલો આનંદ થાય તેટલો આનંદ આ બાળકને સરસ્વતીનો મંત્ર મળતા થયો. એ રોજ રોજ મંત્રનો જાપ જપે પિતા ખેડૂત એટલે ખેતી કરવાનું કહે, મન વિદ્યા મેળવવાનું કહે. હળ ખેડવા કરતાં એને પુસ્તકો વાંચવા વધુ પ્રિય બન્યાં. પાકની લણણીને બદલે જ્ઞાનની લણણીનો એને રંગ લાગ્યો. - આ ખેડૂતના દીકરાની જ્ઞાનની ખેતી સદા ચાલુ રહી, વિજાપુરના કણબી પટેલ બહેચરદાસમાંથી એ બુદ્ધિસાગર બન્યા. આચાર્ય બન્યા, યોગનિષ્ઠ કહેવાયા, સંતો, મહંતો, રાજાઓ, તવંગરો અને ભક્તોની એમની આસપાસ ઠઠ જામવા લાગી, પણ સરસ્વતીની ઉપાસનાને કદી આંચ આવવા દીધી નહીં. અભ્યાસ માત્ર છ ચોપડી સુધીનો થઈ શક્યો, પણ સરસ્વતીના સાધકની સાધના તો જીવનભર ચાલુ રહી. | બાળપણમાં ડાહ્યાભાઈ નામના મિત્રનો મોટો સાથ મળ્યો. આ ડાહ્યાભાઈ પાસે પુસ્તકોનો ભંડાર હતો. સરસ્વતીનો ચાહક એ ભંડારમાં એકલીન બની ગયો. વત્સરાજ જીજી નામના બારોટનો એમને મેળાપ થયો. બારોટને ગળથુથીમાં કવિતાદેવી વરી હોય છે. વાતવાતમાં કવિતા રચી નાખે. આ બાળક મનમાં વિચાર કરે, કવિ દલપતરામ કેવા હશે ? જીજી બારોટ તો પળમાં કાવ્ય રચી દે છે. આવાં કાવ્યો હું ન રચી શકું ? | તરત દોડ્યો માતા સરસ્વતીના ગોખ ભણી. બે હાથ જોડી પ્રાર્થના કરી. “હે મા, મને શક્તિ આપ, મારે કવિતા રચવી છે. મા ! તારા આશિષ આપ.” યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીની અપ્રતિમ જ્ઞાનસાધનાની વિશેષતા એ છે કે એમણે પોતાના પ્રત્યેક ગ્રંથની પ્રસ્તાવના સ્વયં લખી છે. વળી એ પ્રસ્તાવનામાં ગ્રંથરચનાનો ઉદ્દેશ અને એની પાછળની ભાવના માર્મિક રીતે પ્રગટ કરી છે. પરિણામે એમના ગ્રંથોની માફક એમની પ્રસ્તાવનાઓ પણ એમની વ્યાપક વિચારસૃષ્ટિનું પ્રતિબિંબ પાડે છે. 32 -
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy