SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્ન થઈને મેટા ઘંઘાટથી લોકેએ તેમની સ્તવના કરી તે બધું નજરે જોઈ કાને સાંભળીને પકડેલે સર્વ લક્ષણથી યુક્ત વનને હાથી જેને વિવેક હદયમાં થતાં વિચારવા લાગ્યા, કે આ આદ્રકકુમાર બધા મતવાળાને સમજાવી વિદ્ધ રહિત થઈને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમળ પાસે વંદના કરવા જાય છે, તેમ હું પણ જે સંપૂર્ણ બંધન રહિત થાઉં તે આ મહા પુરૂષ આદ્રક કુમાર તથા તેમણે પ્રતિબોધ કરેલા ૫૦૦ ચેર તથા અનેક વાદીઓના સમૂહને સાથે લઈને ઘણું ભક્તિથી હું પણ પ્રભુ પાસે તેમની સાથે જઈને વાં, આ પ્રમાણે હસ્તી જેવો વિચાર કરે છે, તેટલામાં તેના પુણ્ય બળ અને પવિત્ર વિચારોથી ત્રટત્રટ કરતાં બધાં બંધન તુટી જતાં આદ્રકુમારના સંમુખ કાનના પડદા ફરકાવતે અને પોતાની સુંઢ ઉંચી કરીને તે દેડયો. તેથી લેકે હાહાકાર કરતા જોરથી બરાડા પાડવા લાગ્યા, ધિક્કાર ! આ દુર્ણ હાથીને, કે જે આવા મહર્ષિ મહાપુરૂષ આદ્રક કુમારને હણવા દેડે છે, એમ બોલતા લેકે આમ તેમ હાથીના ભયથી દેડ્યા, આ હાથી પણ આદ્રકુમાર પાસે આવીને ભક્તિના સંભ્રમથી માથું નમાવીને બરડા સુધી વાંકે વળીને કાનના પડદા સ્થિર કરીને ત્રણ પ્રદક્ષિણા ફરીને જમીન ઉપર પોતાના દાંતના અગ્ર ભાગ નમાવીને પોતાના આગલા ભાગવડે તે મહામુનિના ચરણ યુગલમાં નમીને સારી રીતે મન સ્થિર કરીને વન તરફ ગયો.
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy