SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૫] (૨) બીજી પ્રતિમામાં વિશેષ આ છે, કે આકુંચન પ્રસારણ તથા ભીંતને ટેકે વિગેરે લઈશ, પણ પાદ વિહરણ (પગેથી ચાલવાનું) મકાનમાં પણ નહિ કરું. (૩) ત્રીજીમાં આકુંચન પ્રસારણ કરે, પણ પાદવિહરણ કે ટેકે લેવાનું ન કરે. (૪) લાંબા પહોળા હાથ વિગેરે ન કરે, તેમ ન ચાલે, ન “ટેકે ” લે, પણ તે કાયાને મેહ સર્વથા મુકનારે થાય, તથા વાળ દાઢી મૂછ લેમ નખ વિગેરે પણ ન હલાવે. આવી રીતે સંપૂર્ણ કાર્યોત્સર્ગ કરનારે મેરૂ પર્વત માફકનિષ્પકંપ રહે, તે વખતે જે કોઈ આવીને તેના કેશ વિગેરે ખેંચે, તે પણ સ્થાનથી ચલાયમાન થાય નહિ, આ ચારમાંની કઈ પણ પ્રતિમા ધારણ કરેલ બીજી પ્રતિમા ધારેલાને હલકે ન માને, તેમ પિતે અહંકારી ન બને તેમ એવું વચન પણ ન બોલે, કે હું શ્રેષ્ટ છું, બીજો ઉતરતો છે. . આ પ્રમાણે પ્રથમ અધ્યયન સમાપ્ત થયું. નિશીથિકા- બીજું અધ્યયન” પહેલું અધ્યયન કહીને બીજું કહે છે, તેને સંબંધ આ છે કે ગયા અધ્યયનમાં સ્થાન બતાવ્યું, તે કેવું હોય તે ભણવાને ચગ્ય થાય, અને તે સ્વાધ્યાય ભૂમિમાં શું કરવું, શું ન કરવું, તે અહીં કહેશે. આ સંબંધે આ અધ્યયન આવ્યું છે.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy