SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ સહજસુંદર : જીવન અને કવન મધ્યકાલીન જૈન કવિ સહજસુંદર ઉપકેશ ગચ્છ જૈન સાધુ દેવકલ્લોલની પરંપરામાં રત્નસમુદ્રના શિષ્ય હતા. તેમના જન્મ-મૃત્યુ નિશ્ચિત સમય મળતું નથી. સં. ૧૫૧૪ થી સં. ૧૫૭૬ સુધીમાં રચાયેલી તેમની કૃતિઓ ઉપલબ્ધ છે. કતિઓની રચનાવને આધારે તેમને સમય ૧૬મી સદીને ગણી શકાય. તેમણે રાસ, સંવાદ, છંદ, સ્તવન, સઝાય – વગેરે વિવિધ કાવ્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે. કવિ સહજસુંદરની મોટા ભાગની કૃતિઓ હજુ અપ્રકાશિત છે. તેમની કવિતા ધર્મપ્રતિબોધક હોવા છતાં સાહિત્યિક ગુણવત્તાના ધોરણે પણ ઉચ્ચ કક્ષાની છે. વિવિધ અલંકાર, પ્રચલિત લયઢાળો અને સરળ સુબોધક શબ્દોને પ્રયોજતી તથા જીવનનું તત્ત્વલક્ષી નિરૂપણ કરતી કવિની કાવ્યરચનાઓ તેમાંના ઉત્તમ કાવ્યગુણોનું નિદર્શન કરાવે છે. મહદ્ અંશે પ્રાચીન આગમકથાઓને આધારે રચાયેલા તેમના રાસાઓનું વસ્તુ સુરેખ અને સ્પષ્ટ છે. તેમાં આવતાં વર્ણને કથારસને ખંડિત ન કરતાં વસ્તુવિકાસ અને પાત્રપરિચય માટે ઉપકારક બની રહે તેવાં છે. વાર્તાની માંડણીમાં ક્યાંયે શિથિલતા વર્તાતી નથી. સુંદર પ્રસંગચિત્રોથી કૃતિઓ આસ્વાદ્ય બની છે. તેમાં જાયેલા સંવાદોની ઉક્તિછટા આકર્ષક છે. ઊર્મિઓને ભીંજવી દેતો ઉછાળ અહીં નથી, પણ પ્રસંગપલટાઓ સાથે થતાં ભાવ-પરિવર્તને કાવ્યને રસવાહી બનાવે છે. વૈરાગ્યનું માહાભ્ય વર્ણવતી આ કૃતિઓમાં વિવિધ ભાવવિભાવનું સ-રસ નિરૂપણ થયું છે. કવિની ભાષા પ્રવાહી, સરળ છતાં ઈતિને સચોટ રીતે વ્યક્ત કરનારી છે. કાવ્યગત ભાવને માર્મિક બનાવવા કવિએ વારંવાર સુંદર ઉપમા, રૂપક, દષ્ટાંત વગેરે અલંકાર એજ્યા છે. પ્રાસાનુપ્રાસ અને વર્ણસગાઈનાં અનેક સુંદર ઉદાહરણે આ કૃતિઓમાંથી મળી રહે છે. “તેતલિપુત્રને રાસ –માં પિદિલાનું વર્ણન કરતાં ‘ઝબ ઝબ ઝબકઈ કુંડલ કાંનિ'માં શબ્દ અને વ્યંજનના આવર્તન દ્વારા ઝબકતા કુંડલનું તાદશ ચિત્ર રજૂ કર્યું છે. પિટિલા માટે યોજેલી “અંધારઈ જિમ દિપાલિકા ની ઉપમા પણ મનોહર છે. સહજસુંદરનાં દષ્ટાંતે, ઉપમા, રૂપક વગેરે For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy