SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) મલાઈ–મહાકણે કરીને પામેલી ધર્મદ્રવ્યને લેશરૂપી ભિક્ષાને ગ્રહણ કરીને ભવાટવીમાં પ્રયાણ કરનારા ભવ્યજનોને સ્ત્રીઓના સ્તનરૂપી વિષમદુર્ગમાં રહેલ કામદેવરૂપી બળવાન ભિલ્લ લુંટી લે છે, માટે એવી ભવાટવીમાં સહાય વિના ગમન કરવું ઉચિત નથી. ૮. ટીકાર્થ–હે વિવેકી! આ કહેવામાં આવશે એવી ભવાટવીને વિષે ઘણું દુઃખ અને ઉપદ્રવરૂપી શિકારી જાનવરને વ્યાઘાત હેવાથી શાસ્ત્રજ્ઞાન અને સુકૃતાદિક સાર્થના (સંઘના) સહાય વિના ગમન કરવુંપ્રયાણું કરવું ઉચિત નથી એટલે સુખકારક નથી. કેમકે તે ભવાટવીમાં જે ભવ્યજનો મહાકણે કરીને-તપ, દાન, શીલ અને પરીસહાદિકના કષ્ટ કરીને વ્રતપાલનાદિક ધર્મદ્રવ્યના લેશરૂપ કાંઈક ભિક્ષાને પામીને પ્રયાણ કરે છે, તેમને વામાક્ષીના-મનહર નેત્રવાળી સ્ત્રીઓના સ્તનરૂપી વિષમ-કેઈથી જીતી ન શકાય તેવા દુર્ગમાં-કિલ્લામાં નિવાસ કરનાર કામદેવરૂપી બળવાન ભિલ્લ–સ્લેબ લુંટી લે છે એટલે વિશેષ કરીને ધર્મરૂપ ધનરહિત કરી દે છે. અહીં ઉપનય પોતાની બુદ્ધિથી જાણી લે. આ સંસારમાં કામદેવથી ભય પામેલા મુમુક્ષુએ સમુદાયમાં જ વિહાર કરે, એકાકી વિચરવું નહીં. એમ આ કથી સૂચિત થાય છે. ૮૧. આ સંસાર ફૂટઘટનામય હોવાથી મિથ્ય-અસત્ય છે એમ ચિંતવન કરવું, તે કહે છે धनं मे गेहं मे मम सुतकलत्रादिकमतो विपर्यासादासादितविततदुःखा अपि मुहुः । जना यस्मिन्मिथ्यासुखमदभृतः कूटघटनामयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ॥ ८२॥ મૂલાર્થ–જે સંસારને વિષે “આ ધન મારૂં છે, આ ઘર મારું છે, તથા આ પુત્ર, સ્ત્રી વિગેરે સર્વ મારું છે એવા વિપયોસપણથી વારંવાર ઘણું દુઃખ પામ્યા છતાં પણ અસત્ય સુખના મદને ધારણ કરનારા લેકે રહેલા છે, એ આ સંસાર અસત્ રચનામય છે, તેથી તેમાં વિવેકી પુરૂષ આસકિત પામતા નથી. ૮૨. ટીકાર્થ આ પ્રત્યક્ષ દેખાતે સંસાર ફૂટની-અયથાર્થ એટલે વસ્તુસ્વભાવને આચછાદન કરનાર કત્રિમભાવની ઘટનામય-રચનારૂપ છે. તેથી કરીને વિવેકી તાતત્ત્વનો વિચાર કરનાર મનુષ્ય આ ભવ Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy