SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંસાર રાક્ષસરૂપ છે એમ વિચારવું, તે કહે છે – अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमं कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले। . . महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखो न विश्वासार्होऽयं भवति भवनक्तंचर इति ॥ ८॥ મૂલાર્થ–આ સંસાર રાક્ષસરૂપ છે. કેમકે તે અવિદ્યા (અજ્ઞાન)રૂપી રાત્રીમાં ચાલે છે–ફરે છે, મસ્તક ઉપર ભયંકર કષારૂપી સર્પના સમૂહને વહન કરે છે (ધારણ કરે છે), ગળામાં વિષરૂપી અસ્થિસમૂહને નાંખે છે, તથા કામદેવરૂપી કુટિલ (વિકૃત) મુખવાળે તે ભવરાક્ષસ મહાદેષરૂપી દાંતને પ્રગટ કરે છે–દેખાડે છે. માટે આ સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ રાખવા યોગ્ય નથી. ૮૦. ટીકાÈ–હે પ્રાણુ ! આ સંસાર નક્તચર-રાત્રિચર એટલે રાત્રિને વિષે ભ્રમણ કરનાર રાક્ષસ જ છે. કેમકે તે રંકથી રાજા સુધી સર્વનું ભક્ષણું કરનાર છે, તેથી તે વિશ્વાસ રાખવા ગ્ય નથી. વળી તે ભવ રાક્ષસ અવિદ્યા-અજ્ઞાનદશારૂપી રાત્રીમાં સ્વેચ્છાએ ફરે છે. હુશેને અંધકાર જ ઈષ્ટનો સાધક હોય છે, માટે અજ્ઞાનરૂ૫ રાત્રિચરપણું કહ્યું છે. તથા તે રાક્ષસ મસ્તકપર વિષમ-ભયંકર એટલે જેને વિષવેગ ઉતરી ન શકે તેવા ક્રોધાદિક કષારૂપી સર્પોના સમૂહને ધારણ કરે છે. કષાયવાળાને જ સંસાર દુખપ્રદ થાય છે. તથા વિષરૂપી અસ્થિની માળાને ગળામાં ધારણ કરે છે. વિષયી પુરૂષોને જ સંસાર ગળે લાગે છે. તથા તે જીવહિંસા, મોટા આરંભે અને પરસ્ત્રી ગમનાદિક નરક ફળને આપનારા મહા દેરૂપી દાંતને પ્રગટ કરે છે, એટલે કે વિકરાળ રૂપ દેખાડવા માટે મુખ ઉઘાડીને દેખાડે છે. તથા તે વક્ર એટલે વિષમ સ્વભાવને લીધે વિકરાળ-ભયંકર કામદેવરૂપી મુખને ધારણ કરે છે. અભ ભક્ષણેદિક અનાચારનું આચરણ કરવામાં કામદેવ જ મુખ્ય હેતુ છે, માટે તેને મુખની ઉપમા આપી છે. આવા પ્રકારનો ભવરાક્ષસ વિશ્વાસને યોગ્ય નથી. ૮૦ આ સંસાર ભયંકર અટવી છે એમ ચિંતવન કરવું, તે કહે છેजना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता । विलुच्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ॥ ८१॥ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy