SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ, ] અસદ્ધહુના ત્યાગ. ૨૬૫ મૂલા --- —આ પ્રમાણે તે જ્ઞાનયોગીને ક્રિયા કરવાનું કાંઈ પ્રયાજન નથી, તથા ન કરવાનું પણ કાંઈ પ્રયાજન નથી, અને તેને સર્વ ભૂતાને વિષે કાંઈ પણ અર્થના આશ્રય-આલેખન નથી, ઢ ટીકાથે—આ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે સિદ્ધ હાવાથી તે જ્ઞાનયોગીને ક્રિયા કરવાએ કરીને કાંઈ પણ અર્થ-પ્રયોજન નથી. કારણ કે ક્રિયા કરીને જે સાધવું છે, તે તેને સિદ્ધ થયું છે. તથા આ જ્ઞાનચેાગને વિષે પૂર્વોક્ત ક્રિયા ન કરવાથી પણ કાંઈ પ્રયેાજન નથી. કારણું કે તે સર્વે વ્યાક્ષેપોથી રહિત છે. તથા આ જ્ઞાનયોગીને સર્વ ભૂતા એટલે સદ્ભૂતભાવે અર્થાત્ સર્વને ઉચિત આલંબનરૂપ જિનપ્રતિમાદિકને વિષે કોઈ પણ જાતના અર્થના વ્યપાશ્રય અવલંબન ( આશ્રય) નથી. કારણ કે તે નિરાલંબન છે. ૯. ફરીથી પૂર્વે કહેલા ભાવને જ સ્પષ્ટ કરે છે. अवकाश निषिद्धोऽस्मिन्नरत्यानन्दयोरपि । ध्यानावष्टंभतः वास्तु तत्क्रियाणां विकल्पनम् ॥ १० ॥ ભૂલાથે—આ જ્ઞાનયોગને વિષે અરતિ અને આનંદના અવકાશના પણ નિષેધ કર્યાં છે. તેથી ધ્યાનના આશ્રયને લીધે તેને ક્રિયા કરવાની કલ્પના કયાંથી જ હાય ? ન જ હાય. ૧૦. ટીકાશે—આ જ્ઞાનયોગને વિષે અરતિ એટલે ધર્મને વિષે ચિત્તના ઉદ્વેગ અને આનંદ એટલે વિષયાદિકમાં પ્રીતિ એ બન્નેના અવકાશના એટલે પ્રગટ કરવાના અવસરની પ્રાપ્તિના નિષેધ કર્યો છે. કેમકે તેમાં ( જ્ઞાનયોગમાં ) ઇષ્ટ અને અનિષ્ટના વિભાગ જ નથી. તેથી કરીને ધ્યાનને વિષે કરેલા અવષંભ-આશ્રયને લીધે તેને શુભાશુભ ક્રિયાઓની કહપના સેવા ક્યાંથી હાય ? ન જ હોય. ૧૦ રાંકા—જો એમ છે. તે તે (જ્ઞાનયોગી ) ભિક્ષાટનાદિક કેમ કરે છે? તે શંકાને દૂર કરવા કહે છે.— देहनिर्वाहमात्रार्था याsपि भिक्षाटनादिका । क्रिया सा ज्ञानिनोऽसंगान्नैव ध्यानविघातिनी ॥ ११ ॥ મૂલાથે—કેવળ દેહના નિર્વાહને જ માટે જે ભિક્ષાટનાદિક ક્રિયાને તે કરે છે, તે પણુ અસંગપણાને લીધે જ્ઞાનીના ધ્યાનને વિઘાત કરનારી થતી નથી. ૧૧. ૩૪ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy