SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ અધ્યાત્મસાર ભાષાંતર. પંચમમલાઈ–અપ્રમત્ત સાધુઓને આવકાદિક ક્રિયા પણ નિયમિત (અવશ્ય કરવાની નથી. કારણ કે તેઓ દયાનથી જ શુદ્ધ છે. આ બાબત અન્ય દર્શનીઓએ પણ નીચે પ્રમાણે કહ્યું છે. ૭. ટીકાર્ય—હે શિષ્ય! તું આ પ્રમાણે જાણ. શા પ્રમાણે? તે કહે છે-જે કારણ માટે અપ્રમત્ત સાધુઓને એટલે કર્તવ્યને વિષે કર્તવ્યની બુદ્ધિથી યુક્ત એટલે સર્વદા સાવધાન (સપ્તમ ગુણસ્થાનવત ) એવા સાધુઓને આવશ્યકાદિક એટલે પ્રતિક્રમણાદિક શુભ કિયા એટલે સામાચારી પણ નિયમિત એટલે અવશ્ય કરવાપણુએ કરીને નિશ્ચિત નથી. કારણ કે તેઓ ધર્મસ્થાન અથવા શુક્લધ્યાને કરીને શુદ્ધ-નિરતિચાર ચારિત્રવાળા છે. અતિચારને અભાવ હોવાથી જ તેઓ અપ્રમત્ત કહેવાય છે. અને તેને માટે જ એટલે અતિચારને-દોષને દૂર કરવાને માટે જ પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તેથી કરીને તેમને હમેશાં આવશ્યકાદિક ક્રિયા કરવામાં નિયતપણને અભાવ છે. બાકી ધ્યાનમાં વિરોધ ન આવે તે પ્રમાણે કરે પણ ખરા. કેમકે સર્વથા નિષેધ પણ નથી. આ બાબત નીચેના લેકમાં કહ્યા પ્રમાણે અન્ય દર્શનીએ પણ કહેલું છે. ૭. તેમણે જે કહ્યું છે, તે જ કહે છે– यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्टस्तस्य कार्य न विद्यते ॥ ८ ॥ મલાઈ—જે મનુષ્ય આત્માને વિષે જ પ્રીતિવાળે હય, આત્માવડે જ તૃપ્ત હેય, અને આત્માને વિષે જ સંતુષ્ટ હોય, તે મનુષ્યને કાંઈ પણ કરવાનું હોતું નથી. ૮. ટીકા–જે મુમુક્ષુ માણસ આત્માને વિષે જ એટલે આત્મસ્વરૂપને વિષે જ આનંદવાળે હોય, તથા આત્માવડે જ તૃપ્ત એટલે પરિપૂર્ણ સકળ ઈચ્છાવાળો હોય, તથા આત્મસ્વરૂપને વિષે જ સંતુષ્ટ એટલે અત્યંત કૃતાર્થ થયે હૈય, તેને કોઈ પણ કાર્ય-કર્તવ્ય હેતું નથી. કારણ કે તેણે સમગ્ર કાર્ય પૂર્ણ કર્યું છે. ૮. કહેલા અર્થની જ ભાવના કરે છે – नैवं तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन । न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः॥९॥ Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy