SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પર અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થજનને અંધ કર્યા છે, એવા જડ પુરૂએ વિતંડાના પાંડિત્યની ખરજ વડે કરીને ત્રણ જગતને પ્રાણીઓને વિટંબણુ પાડી છે. ૧૫૧. ટકાર્થ—અહો ! મહા ખેદની વાત છે કે અસંગ્રહ કરીને એટલે અસત દેશનાદિકના આગ્રહ કરીને જે મને અહંકાર અત્યંત વૃદ્ધિ પામે છે, તથા શાબ્દિક (વ્યાકરણ સંબંધી) અથવા તાર્કિક (ન્યાય સંબંધી) જ્ઞાનરૂપ બેધના અંશે કરીને એટલે કેટલાક ભાગના જ્ઞાન કરીને જેમણે મુગ્ધ-તત્ત્વજ્ઞાનને નહીં જાણનારા (ભેળા) પ્રાણુઓને બંધ કર્યા છે એટલે દ્રવ્ય ચક્ષનો અભાવ છતાં પણ નહીં આંધળાને અંધરૂપ કર્યો છે, એવા જડ પુરૂએ એટલે યથાર્થપણને નહીં જાણનારા પુરૂષોએ વિતંડાને વિષે એટલે સ્વપક્ષના સ્થાપન વડે પરપક્ષમાં દૂષણું નહીં છતાં પણ તેનું નિવારણ કરવા માટે શબ્દ અને અર્થના છળકપટવાળા વાદને વિષે પંડિતાઈરૂપી જહાની ખરજ (ખુજલી) વડે કરીને ત્રણ ભુવનમાં રહેલા જનસમૂહને વિટંબણું પમાડી છે-જન્મ જન્મે તેઓને તિરસ્કારની પ્રાપ્તિને વેગ્ય કર્યા છે. ૧૫૧. અસગ્રહવાળે પુરૂષ કૃષ્ણપક્ષી સંભવે છે, તે કહે છે – विधोविवेकस्य न यत्र दृष्टिस्तमो घनं तत्त्वरविविलीनः । अशुक्लपक्षस्थितिरेष नूनमसग्रहः कोऽपि कुहूविलासः॥१५२॥ ભૂલાયેં–જેને વિષે વિવેકરૂપી ચંદ્રનું દર્શન નથી, ગાઢ અન્ધકાર દેખાય છે, તથા જેને વિષે તત્વજ્ઞાનરૂપી સૂર્ય લીન થયો છે તે ખરેખર કૃષ્ણપક્ષની સ્થિતિવાળો અસગ્રહરૂપી કોઈક (અલૈકિક) અમાવાસ્યાનો વિલાસ છે. ૧૫ર. . ટીકાર્થ હે ભવ્ય પ્રાણું! જે અસદુગ્રહવાળા દર્શનીને વિષે સત અસત્ વસ્તુના વિચારરૂપ ચંદ્રનું દર્શન નથી, તથા જ્યાં અજ્ઞાનરૂપી અન્ધકાર અને પાપ ઘણું છે, તથા જ્યાં તત્ત્વજ્ઞાનરૂપી સૂર્ય લય પામે છે-અસ્ત પામે છે, આવા લક્ષણવડે કરીને ખરેખર આ-સાક્ષાત્ કહેવાતે કૃષ્ણપક્ષની સ્થિતિવાળો અસગ્રહરૂપ કેઈ વિલક્ષણ-કઈ વખત નહીં જોયેલે એ અમાવાસ્યાની રાત્રીને વિલાસ-મલિનતાવાળે શૃંગારે છે. માટે તેમાં તમારે રહેવું નહીં. આ લેકવડે કરીને અસદૂઝવાળા પ્રાણમાં સમ્યકત્વની પ્રાપ્તિની વ્યતાનો જ નિષેધ થાય છે, તે પછી સમ્યકત્વનું વિદ્યમાનપણું તે કયાંથી જ હેય? ૧૫ર. હવે અસગ્રહનાં કાર્યો કહે છે – कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्ली रसासिञ्चति दोषवृक्षम् । क्षिपत्यधःस्वादुफलं समाख्यमसद्हच्छन्नमतिर्मनुष्यः॥१५३॥ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy