SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ.] સમકિત અધિકાર. ૨૫૧. નિશ્ચયરૂપ વલી એટલે વાંછિત ફળને આપનારી કલ્પલતા કયાંથી જ હોય? એટલે તે ક્યાંથી ઉત્પત્તિને પામે? ક્યાંઈ પણ ન પામે. વળી પ્રશાંતિ એટલે વિષય, કષાય અને ઇંદ્રિયને દમન કરવારૂપ પ્રકૃષ્ટ મનવૃત્તિરૂપી પુષેિ કયાંથી એટલે જ્યાં ઉત્પત્તિને પામે? વળી હિતેપદેશ એટલે જે પ્રકારે સ્વ અને પરનું હિત થાય તેવા પ્રકારનો ઉપદેશ–વસ્તુધર્મના પ્રકાશરૂપ ફળો એટલે સદ્ગતિનાં સુખ આપનારાં વૃક્ષનાં ફળો પણ ત્યાં ક્યાંથી હોય? હે ભવ્ય જીવો! આ પૂર્વ કહેલી ત્રણે વસ્તુને અસંગ્રહરૂપી અગ્નિથી દગ્ધ થયેલા સ્થાનથી બીજે સ્થાને એટલે અઝહરહિત જનને વિષે તમે શે–જુઓ. અસગ્રહવાળામાં તે જડશે નહીં. ૧૪૯. અસટ્ટહવાળે પુરૂષ પંડિત હોય તો પણ તે વસ્તુના સારને પામતે નથી, એ વાત કહે છે – अधीत्य किञ्चिच्च निशम्य किश्चिदसदहात्पंडितमानिनो ये । मुखं सुखं चुंबितमस्तु वाचो लीलारहस्यं तु न तैर्जगाहे॥१५०॥ મૂલાર્થ—કાંઇક ભણુને અને કાંઈક સાંભળીને જેઓ અસગ્રહને લીધે પોતાના આત્માને પંડિત માને છે, તેઓ ભલે સુખેથી વાણુના મુખનું ચુંબન કરે. પરંતુ તેઓએ તે વાણના લીલા રહસ્યનું અવગાહન કર્યું જ નથી એમ સમજવું. ૧૫૦. ટીકાર્થ-કાંઈક–લેશમાત્ર એટલે ગ્રંથન આદિભાગ ભણીને તથા કાંઈક જેવું તેવું ભાવવિના શબ્દાર્થ માત્ર સાંભળીને જે કંઈ અસથ્રહને લીધે પિતાના આત્માને પંડિત માનનારા છે તેઓ ભલે સુખેથી વાણીના મુખનું અથવા ગ્રંથના એક ભાગનું ચુંબન કરે એટલે મુખની લાળને આસ્વાદ કરે. પરંતુ તે વાણની લીલાનું રહસ્ય એટલે વાણુના સારના પરિણામરૂપ રમણવિલાસ એટલે યથાર્થ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરનાર જ્ઞાનના વિનોદને તે તેઓએ પ્રાપ્ત કર્યો જ નથી. ૧૫૦. - જેઓ અસહવાળાને આશ્રય કરનારા છે, તેઓને પણ વિટબણું જ છે તે કહે છે.. असद्रहोत्सर्पदतुच्छदर्बोधांशतान्धीकृतमुग्धलोकैः । विडंबिता हन्त जडैवितंडापांडित्यकंडूलतया त्रिलोकी १५१॥ મૂલાથે–અહો! અસટ્ટહે કરીને જેમને અહંકાર અત્યંત ઉછળે છે, તથા જેમણે બોધના એક અંશે (લેશે) કરીને મુગ્ધ (ભેળા) Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy