________________
મને પ્રતિ બેધની સઝા
પ૩૫ ઘેડા-વહેલ-પાલખીએ ચઢવું ય પગલું નવિ વરવું રે ભાત-ભાતનાં ભોજન કરવાં તે આખર મરવું રે મૂરખડા લે આતમ ૬ હાથીની અંબાડીએ ચઢવું ઉપર છત્ર તે ધરવું રે આગળ પાળા દોડ કરે પણ તોયે આખર મરવું રે નોબત ને નિશાન ગડગડે હાઇકમ થઈને ફરવું રે આગળ હાથી બેસણ હાથી તોયે આખર મરવું રે ગ માતે બે તાતો મારું મારું કરવું ? રળી રળી ભંડારજ ભરીયા તો પણ આખર મરવું રે મંદિર માળીયાં ગોખ જાળીયા મેડી ઉપર ચઢવું રે સુંદર સ્ત્રી શું ભોગ ભોગવતાં તે આખર મરવું રે પરમાતમશું પ્રીતિ બનાવો નીચ સંગ ન કરીએ રે સુમતિ મંદિરમાં વાસો વસીએ તે ભવસાગર તરીએ રે નાના-મોટા રંકને રાણું સહુને મારગ એક રે મૂરખ કહે ધન મારૂ મારૂં પણ મેલી જાવું છે રે શીયલ અમુલખ બખ્તરપહેરી છતો મોહ મેવાસી રે દુર્જનથી જે દૂર રહીએ તો થઈએ સુખવાસી રે કેવળરૂપી (પરમાતમ)એ સાહેબમેરા તાસ ભજનમાં રહીએ રે નિત્ય લાભ કહે પ્રભુ ગોડી પારસ તેહથી અનુભવ લહીએ રે
[૧૯૩૭] જ્ઞાન કદી નવ થાય
મૂરખને જ્ઞાન કદી નવ થાય કહેતાં પિતાનું પણ જાય મૂરખને જ્ઞાન કદી નવ થાય.... શ્વાન હોય તે ગંગા જળમાં સો વેળા જે ન્હાય અડસઠ તીરથ ફરી આવે પણ ધાનપણું નવ જાય. મૂરખને ૨ ક્ર સપ પયપાન કરતા સંતપણું નવિ થાય કસ્તુરીનું ખાતર જે કીજે વાસ લસણ નવિ જાય...
૩ વર્ષામે સુગ્રીવ (સુઘરી) તે પક્ષી કપિ ઉપદેશ કરાય તે કપિને ઉપદેશ ન લાગ્યો સુઘરીનું ઘર વિખરાય. નદી માંહે નિશદિન રહે પણ પાષાણપણું નવિ જાય લોહ ધાતુ ટેકણ જે લાગે અગ્નિ તુરત ઝરાય... કાગ કંઠમાં મુકતાફળની માળા તે ન ધરાય ચંદન ચર્ચિત અંગ કરીને ગર્દભ ગાય ન થાય.....