SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ ગદષ્ટિનું સ્વરૂપ ૧૭૧ સર્વવિરતિ નામનું છઠું પ્રમત્ત ગુણસ્થાનક ભાવ સાધુને હેય છે. સાધુના વેષ માત્રથી તે ગુણસ્થાનક પ્રાપ્ત થઈ જતું નથી પરંતુ સર્વ આરંભથી નિવૃત્ત થવાના વિશુદ્ધતર આત્મ પરિણામ પ્રગટ થાય તેજ તે છડું ગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકે મઘ-વિષય-કષાય-વિકથા અને નિદ્રા એ ૫ પ્રમાદ છે. તેમાં તીવ્ર ભાવે અંતમુહુર્તથી વધારે સમય એક સાથે રહે તો તે જીવ છઠા ગુણ સ્થાનકમાં મુનિને સંજવલનના ધાદિ કષાયે કે જે બહુ અલ્પજીવી હોય છે તે આવવા છતાં મુનિ પણું ચાલ્યું જતું નથી. ઉપર કષાયાદિની જે વાત કહી છે તે તીવ્રભાવની સમજવી. (૭) પ્રભા–આ દૃષ્ટિમાં વર્તનાર જીવને યેગના ૮ અગ પૈકીનું મું ધ્યાન અંગે પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં વતનાર જીવને તત્વબોધ સૂર્યની પ્રભા જે હોય છે. આ દષ્ટિમાં વર્તનાર જીવને પ્રતિપત્તિગુણ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં વર્તનાર જવને ઇઝ નામને દેષ ચાલ્યા જાય છે. ધ્યેય પદાર્થમાં એકાકાર થવું તેને ધ્યાન કહેવાય છે. કઈ પણ વસ્તુમાં ચિત્તને સ્થિર કરવું તેને ધારણ કહેવાય છે. કેઈપણ વસ્તુમાં તદાકાર-કુપ બની જવું તેને સમાધિ કહેવાય છે. આ દષ્ટિમાં વતે જીવ તત્વ વિચારણા કરે, તેને અમલ કરે, ગમાં વૃદ્ધિ થાય, બાહ્યાભ્યતર આધિ-વ્યાધિ અને ઉપાધિ થાય નહિં. તેથી ચિત્તની અપૂર્વ સ્થિરતા પ્રાપ્ત થાય છે સમભાવ પ્રગટે છે અને બીજુ પૂર્વ પ્રાપ્ત થાય છે. અહિં છઠું-સાતમું ગુણસ્થાનક વતે છે તે હિંડોળા જેવું છે. અસંખ્યવાર અદલા-બદલે થાય છે. સાતમા ગુણસ્થાનકમાં પ્રમાદ (ાતે નથી. ત્યાં ઉત્કૃષ્ટ ધર્મદયાનના પરિણામ હોય છે. કે ઇક વાર શુકલધ્યાનની ઝાંખીનો અરૂણોદય પ્રગટે છે. આ વખતે જે શુદ્ધો પગની ઉત્કૃષ્ટ લગની લાગે છે તે જીવ આગળ વધી જાય છે. અહિ થી બે રસ્તા પડે છે. તેમાં પહેલે પ્રકાર આ રીતે છે–૮માં ગુણસ્થાનકથી શુકલધ્યાનમાં વત તે જીવ ક્ષેપક શ્રેણી માંડે છે તે જીવ આગળ વધતાં વધર્તા ૧૩મા ગુણસ્થાનક સુધી પણ પહોંચી જાય છે, અને તેવા ઉત્કૃષ્ટ શકલધ્યાનમાં બે ઘડી રહે તે કેવલજ્ઞાની બની જાય છે. આયુષ્ય હોય તે મુનિષે જીવનપયત વિચરે છે અને આયુષ્ય પૂર્ણ થયું હોય તે મરૂદેવામાતાની જેમ મેસે સિધાવે છે..
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy