SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ રાતે આરામ જોઈતો હોય છે. રાતે ખાવાથી પાચનતંત્ર પર વધારાનો કામનો બોજો આવે છે. એ ચૂપચાપ એનું કામ કર્યા કરે છે. પણ એક દિવસ એ થાકે છે. જાતજાતના રોગો દ્વારા એ પોતાનો જવાબ આપે છે. એના લાંબા કામનો બદલો એ આપણી જુવાની ટૂંકાવીને લે છે. ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી અને ઓછી વાર ખાવું એ હેલ્થી લોંગ-લાઈફનું સિક્રેટ છે. We can see, તપસ્વી વ્યક્તિ બીજાં કરતાં વધુ તંદુરસ્ત હોય છે. * શત્રિભોજનના ફાયદા - દરેક વસ્તુની જેમ બીજી બાજુ હોય છે, તેમ રાત્રિભોજનમાં આટઆટલાં નુકશાનો સાથે અમુક ફાયદા પણ રહેલાં છે. પણ આ ફાયદા રાત્રિભોજન કરનારને નથી મળતાં, બીજાને મળે છે. પહેલો ફાયદો હોટલ-લારીવાળાને છે. કારણ કે માણસ કામ-ધંધા વગેરેની વ્યસ્તતાથી પરવારીને રાતે હોટલલારીની મુલાકાત લેવા માટે નવરો પડતો હોય છે. એનું રાત્રિભોજન તે તે ધંધાવાળા માટે આશીર્વાદરૂપ બને છે. બીજો ફાયદો ડિસ્પેન્સરીવાળાઓને છે. ત્રીજો ફાયદો મેડિકલ સ્ટોરવાળાઓને છે. ચોથો ફાયદો ડાયગ્નોસ્ટિક સેન્ટરવાળાઓને છે. પાંચમો ફાયદો હોસ્પિટલવાળાઓને છે. કારણ કે એક માણસ બીમાર પડે એટલે આમાંથી કોઈને ને કોઈને તો ફાયદો થાય જ ૧ ફુસ અને રાત્રિભોજન : આરોગ્ય અંગે આપણી સંસ્કૃતિમાં ઘણી લોકોક્તિઓ પ્રચલિત છે. તેમાંથી એક આ છે – “ફળ સવારે ખાવાથી હીરા જેવું, બપોરે ખાવાથી સોના જેવું, સાંજે ખાવાથી ચાંદી જેવું અને રાતે ખાવાથી લોખંડ જેવું બને છે.” અર્થાત્ રાતના કરાતો ફળાહાર આરોગ્ય માટે હાનિકારક છે. સાર : સાર એ છે કે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક બંને દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાજ્ય છે. જે વસ્તુ દુનિયાના બીજા કોઈ જીવ માટે સારી નથી, જે બીજાને - રાતે ખાતાં પહેલાં
SR No.034134
Book TitleRate Khata Pahela
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy