SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રભુના હાથે એ રાજકુમારને રજોહરણ મળ્યું. એનો મનમયૂર નાચી ઉઠ્યો એના રોમે રોમે રાસડાં લેવાયા. આનંદનૃત્ય સાથે એ પ્રભુને પ્રદક્ષિણા દેવા લાગ્યો. સર્વવિરતિની પ્રાપ્તિનો આનંદ આસમાનને આંબ્યો. આંખમાંથી આનંદના આંસું વહેવા લાગ્યા. પણ આ શું ? એકાએક એ પડી ગયો. ડિલે ઇસ ડેન્જરસ કોઈ કાંઈ સમજે એ પહેલા તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પરિવાર વિલાપ કરવા લાગ્યો. પ્રભુએ કહ્યું, “એનું આયુષ્ય હમણા જ પૂરું થવાનું હતું, માટે જ મેં વિલંબ કરવાની ના પાડી હતી. આ થોડી ક્ષણોમાં એણે આત્મહિત સાધી લીધું છે. એનું મૃત્યુ મહોત્સવ બન્યું છે. શોક કરવાની કોઈ જ જરૂર નથી.’’ થોડી જ વારમાં એક મહાતેજસ્વી દેવ ત્યાં આવે છે અને બધાંને આશ્વાસન આપે છે. એ હતો એ રાજકુમારનો જીવ. આજે અસંખ્ય વર્ષ પછી પણ આ ઘટના આપણને સંદેશ આપે છે – Delay is dangerous. દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી એક દીક્ષાર્થી ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતાં. કોઈ ગુંડાઓએ એમને લૂંટી લીધા. સ્ટેશન પર ઉતરી એમની ફરિયાદ ન કરે
SR No.034129
Book TitleDile is Dangerious
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy