SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦% મૃત્યુઓનું કારણ માંસાહાર છે. પ્રોફેસર એગ્નરબર્ગ (જર્મની) - ઈંડું ૫૧.૮૩% કફ ઉત્પન્ન કરે છે, જે શરીરના પોષક તત્ત્વોને અસંતુલિત કરી દે છે. ડૉ. ઈ.બી. એમારી (અમેરિકા) તથા ડૉ. ઇન્હા (ઇંગ્લેંડ) - ઇડાં મનુષ્ય માટે ઝેર છે. (વિશ્વ વિખ્યાત પુસ્તકો - ‘પોષણનું અભિનવ વિજ્ઞાન' અને ‘રોગીઓની પ્રકૃતિ’માં) ડૉ. આર. જે વિલિયમ (ઇંગ્લેંડ) ઈંડાં ખાવાવાળાને હૃદયરોગ, એકજીમા, લકવા જેવા ભયાનક રોગોના ભોગ બનવું પડે છે. ડૉ. નિતીન મહેતા (યુ.કે.) - દર વર્ષે લગભગ ૫૦ લાખ વ્યક્તિ Salmonella થી પ્રભાવિત થાય છે. N.H.S.ના અનુસારે ચિકન અને ઈંડાથી થતા ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા રોગીઓનો ઉપચાર કરવામાં ૨૦ લાખ ડોલર ખર્ચ થાય છે. ગોમાંસ (Beaf)થી થતી એક મગજની બીમારી છે, જેનું નામ છે creutzfelt Jacob's disease, ઓસ્ટ્રેલિયા, જયાં સર્વાધિક માંસભોજન ખાવામાં આવે છે, ત્યાં આંતરડાંઓનું કેન્સર સૌથી વધુ છે. નસોની અંદરની દીવાલો પર કોલેસ્ટેરોલનું જામી જવું, એ હૃદયરોગ અને હાઇ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ છે. કોલેસ્ટેરોલનો સર્વાધિક મુખ્ય સ્રોત છે ઇંડાં. ઈંડા, માંસ ખાવાથી પેચિસ, મંદાગ્નિ વગેરે રોગો ઘર કરી જાય છે. આમાશય નબળું પડી જાય છે અને આંતરડાઓ સડી જાય છે. ઈંડા, માંસ ખાવાથી શરીરની વિષાવરોધી શક્તિ નષ્ટ થાય છે અને શરી૨ સાધારણ રોગનો પણ પ્રતિકાર કરી શકતું નથી. બુદ્ધિ અને સ્મરણશક્તિ નબળી પડે છે. વિકાસ મંદ થઈ જાય છે. શાકાહાર ચામડીની રક્ષા કરે છે. માંસ, ઈંડા અને દારૂના સેવનથી ચામડીના રોગો વધે છે. ચામડીમાં બળતરા થાય તેા રોગો મોટા ભાગે માંસાહારીઓમાં જ જોવા મળે છે. ६१
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy