SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. ડેવિડ પોટર્ટન - માંસને આંતરડાંઓમાંથી પસાર થતા ૩ કે ૪ દિવસ લાગી શકે છે, જ્યારે તંતુસમૃદ્ધ (ફાયબર્સ) શાકાહાર ૨૪ કલાકમાં જ આંતરડાંઓની યાત્રાને પૂરી કરી લે છે. માટે શાકાહારી વ્યક્તિ પશ્ચિમ જગતની તમામ વિકારમૂલક (ડીજેનરેટિવ્ઝ) બીમારીઓથી બચી જાય છે. અમેરિકન ફૂડ એન્ડ ન્યૂટ્રીશન બોર્ડ - નેશનલ રિસર્ચ કૌસિલ - અધિકાંશ પોષણ વિજ્ઞાની આ તથ્યથી સહમત છે કે યથોચિત શાકાહાર સ્વયં સંપૂર્ણ અને પર્યાપ્ત આહાર છે. દુનિયાના પ્રાયઃ બધાં જ દેશોમાં શુદ્ધ શાકાહારીઓએ પોતાનું સ્વાસ્થ્ય ઉત્તમ રીતે જાળવી રાખ્યું છે. જે આ વાતનું પ્રતિક છે, કે સંતુલિત આહાર અમૃત જેવો છે. સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યુયોર્ક, બફેલો - અમેરિકામાં દર વર્ષે ૪૭૦૦૦થી વધુ બાળકો એવા જન્મે છે, જેમના માતા-પિતા માંસાહારી હોવાથી તેમને ઘણી બીમારીઓ જન્મથી જ હોય છે. અને તે બાળકો મોટા થયા પછી પણ પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતાં નથી. ડૉ. માઇકલ એસ. બ્રાઉન અને ડૉ. જોસેફ એલ. ગોલ્ડસ્ટીન (અમેરિકા, નોબલ પુરસ્કાર વિજેતા) હ્રદયરોગથી બચવા માટે કોલેસ્ટેરોલને જામ થતા રોકવું ખૂબ જ જરૂરી છે. આ તત્ત્વ વનસ્પતિમાં નહીવત્ હોય છે. માંસ, ઇંડા અને પશુઓથી પ્રાપ્ત થતી ચરબીમાં ઘણા પ્રમાણમાં હોય છે. જે વ્યક્તિ માંસ કે ઇંડા ખાય છે, એમના શરીરમાં રિસ્પટરોની સંખ્યા ઓછી થઈ જાય છે, જેનાથી લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી જાય છે. આનાથી હૃદયરોગ, કિડનીના રોગ અને પથરી જેવી બીમારીઓ વધે છે. ડૉ. એમ. રૉક. (બ્રિટન) - શાકાહારીઓમાં સંક્રામક અને ઘાતક બીમારીઓ માંસાહારીઓની અપેક્ષાએ ઓછી હોય છે. તેઓ માંસાહારીઓની અપેક્ષાએ વધુ સ્વસ્થ, વધુ સ્ફૂર્તિવાળા, શાંતપ્રકૃતિવાળા અને ચિંતનશીલ હોય છે. (એક સર્વેક્ષણ અભિયાનનું પરિણામ.) ડૉ. વિલિયમ સી. રોબર્ટ્સ - અમેરિકામાં માંસાહારી લોકોમાં હૃદયરોગના દર્દીઓ વધારે છે. તેમની તુલનામાં શાકાહારી લોકોમાં હૃદયરોગના દર્દીઓ ઓછા હોય છે. હેલ્થ એજ્યુકેશન કાઉંસિલ - વિષાક્ત ભોજન (Food poisoning)થી થતાં ६०
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy