SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પથ્થર નથી ગમતો - આવી વિષમતામાંથી જ જગતની અશાંતિનું સર્જન થયું છે. સંતને મન હીરો ને પથ્થર – બન્ને સમાન છે. માટે એ પરમ શાંત દશાને અનુભવે છે. અધ્યાત્મસાર માં કહ્યું છે – ડાયઃ સમલૈવ પીયૂષયનવૃષ્ટિવત્ - આખો સંસાર દાવાનળની જેમ ભડકે બળી રહ્યો છે. જન્મ, રોગ, ઘડપણ, મૃત્યુ, રાગ, દ્વેષની જવાળાઓ જીવોને શેકી રહી છે. આ સ્થિતિમાં કોઈ ઉપાય હોય, તો એ સમતા છે, કારણ કે સમતા એ અમૃતનો વરસાદ છે. સંત આ સુધાવર્ષામાં સ્નાન કરે છે, અને સર્વ સંતાપોથી મુક્ત રહે છે. (૭) સર્વોપકારક – જે સર્વ પર ઉપકાર કરે, તે સર્વોપકારક. સંન્યાસ કે દીક્ષા સમયે સંત પરિવારનો ત્યાગ કરે છે, એવી આપણી માન્યતા છે. વાસ્તવમાં સંત સમગ્ર વિશ્વનો પોતાના પરિવાર તરીકે સ્વીકાર કરે છે. “દીક્ષા’નું તાત્પર્ય હૃદયની વિશાળતા છે. હૃદય સંકુચિત હોય, ત્યાં સુધી “મારો ને “પારકો’ એવો વિચાર આવે છે. હિંસા, ચોરી વગેરે બધાં પાપો હૃદયની સંકુચિતતાથી થાય છે. સંતનું હૃદય વિશાળ છે. એમને મન કોઈ જ પારકું નથી. યંત્ર વિશ્વે ભવન્ટેજનીમ્ – હું એક પંખી ને આખી દુનિયા મારો માળો - આ વેદોનો સંદેશ સંતના જીવનમાં જીવંત બન્યો છે.... ડારિતાનાં તુ વસુધૈવ કુટુમ્ - આખું વિશ્વ જ્યારે પોતાનો જ પરિવાર છે, ત્યાં પક્ષપાત શી રીતે હોઈ શકે ?..સર્વોપકાર...વિજ્ઞાનીઓ સો વર્ષના સંશોધનો પછી દવાથી જે રોગ નથી મટાડી શકતા, એ રોગ “સંત'ના દર્શનથી મટી શકે છે. સુખના લાખો સાધનો જે આનંદ નથી આપી શકતા, એ આનંદ “સંત”ને કરેલું વંદન આપી શકે છે. સંતની અસ્મિતા જ શાંતિનું સામ્રાજય છે, અને શાંતિપ્રસાર જેવો ઉપકાર બીજો કોઈ જ નથી. અવધૂતગીતામાં કહેલા આ સાત લક્ષણો આપણામાં જેટલા અંશે હોય, એટલા અંશે આપણામાં સંતત્વ છે. સુખનો સંબંધ માત્ર સંતત્વ સાથે છે. “સંતત્વને આવકારીએ, અને સુખી થઈએ.
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy