SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વની અવસ્થામાં રાજા કે શેઠ વગેરે હોય. તે સમયના તેમના જે નોકર-ચાકર-દાસ વગેરે હોય, તે દાસના પણ દાસ જેવી વ્યક્તિ આજે સંતને સતાવતી હોય, તો ય સંત પ્રેમથી એને સહી લે. ન સામનો, ન ફરિયાદ, ન ક્રોધ, ન ઉચાટ, ન ખેદ, ન દીનતા...બસ. એ જ અસ્ખલિત પ્રસન્નતાનો પ્રવાહ....એનું નામ સંત. તાત્ત્વિક દૃષ્ટિએ વિશ્વમાં કોઈ સ્વતંત્ર હોય, તો એ સંત છે. કારણ કે એની પ્રસન્નતા પરાધીન નથી. વિવશતાથી સહન કરે, એ ‘બિચારો' હોઈ શકે છે. પ્રસન્નતાથી સહન કરી શકે, એના જેવો સમ્રાટ બીજો કોઈ નથી. (૪) સત્યસાર જેને ‘ખોટું’ કહી શકાય એવું જેના જીવનમાં કશું જ ન હોય, એનું નામ ‘સત્યસાર.' સંત અને સત્ય - આ બંને શબ્દોના મૂળમાં એક જ પદ છે - સદ્. સર્વ સુખોની પ્રતિષ્ઠા સત્ માં છે. માટે જ ઉપનિષદોમાં પ્રાર્થના કરવામાં આવી છે - અસતો મા સદ્ ગમય - હે પ્રભુ ! તું મને અસત્યાંથી સત્માં લઈ જા. મને દુર્જનમાંથી સજ્જન બનાવ અને સજ્જનમાંથી સંત બનાવ. દુર્જન અસને અપનાવે છે અને સુખમાં ય રડતાં રહે છે. સંત સત્ને અપનાવે છે, અને દુઃખમાંય હસતા રહે છે. - (૫) અનવદ્યાત્મા-અવઘનો અર્થ છે પાપ જેને સ્વપ્નમાં પણ પાપ કરવાનું મન થતું નથી, એ અનવદ્યાત્મા છે. પાપ પાંચ પ્રકારનું છે - (૧) હિંસા (૨) અસત્ય (૩) ચોરી (૪) અબ્રહ્મ (૫) પરિગ્રહ. આ પાંચ પાપો જ સર્વ દુઃખોને જન્મ આપે છે. સંતની પ્રસન્નતાનું રહસ્ય તેમની નિષ્પાપ વૃત્તિ છે. જેનું મૂળ જ ઉખડી ગયું છે, એ વૃક્ષ શી રીતે ફળ આપી શકે ? દુ:સ્તું પાપાત્ - પાપ જ દુઃખનું મૂળ છે. દુ:ખ પ્રત્યે થોડો પણ અણગમો હોય તો ‘અનવદ્યાત્મા’ બનવા જેવું છે. જ્ઞાનસારમાં કહ્યું છે - મિક્ષુઃ सुखी આખા વિશ્વમાં કોઈ સુખી હોય, તો એ સંત છે. કારણ કે એ ‘અનવદ્યાત્મા’ છે. વિવશતાથી સહન કરે, એ બિચારો' હોઈ શકે છે. પ્રસન્નતાથી સહન કરે, એના જેવો સમ્રાટ બીજો કોઈ નથી. (૬) સમ - જે સમતાનો સ્વામી છે, એનું નામ ‘સમ.’...સમતા...જેનાથી સોનું અને માટી બન્ને સરખા લાગે. જેનાથી સુખ અને દુઃખ બન્ને સમાન લાગે. જેનાથી શત્રુ અને મિત્ર એવો ભેદભાવ ન રહે...વિષમતા એ અશાંતિ અને સંક્લેશનો માર્ગ છે. સમતા એ શાંતિ અને સમાધિનો માર્ગ છે. હીરો ગમે છે અને ४१
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy