SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પેટનો ખાડો પૂરવાની ચિંતા તો યથાવત્ ઊભી જ છે. રાગી આભાસને વાસ્તવિક્તા માને છે અને સુખ-દુઃખની ભ્રમમાં પડીને પોતાને દુઃખી કરે છે. વિરાગી વાસ્તવિકતાને જ વાસ્તવિકતા માને છે, અને તેથી કોઈ પણ નિમિત્તોની વચ્ચે એ સહજાનંદમાં મગ્ન રહે છે. કોલસામાં આળોટે, તો ય હંસ ધોળો હોય છે. દુઃખના સેંકડો નિમિત્તોની વચ્ચે પણ વિરાગી સુખી હોય છે.... સદાનમઝુતે. વિરાગ એ સુખનું પરમ રહસ્ય છે. વિરાગમાં ભગવત્ત્વની ભવ્યતા છે. નીતિવાક્યામૃતમાં કહ્યું છે – स खलु प्रत्यक्षं दैवतम्, यस्य परस्वेस्विव परस्त्रीषु निःस्पृहं चेतः । પ્રત્યક્ષ ભગવાન છે એ, જેને પરધન અને પરસ્ત્રીમાં કોઈ જ સ્પૃહા નથી. અષ્ટાવક્રગીતામાં વિરાગની આ જ અસ્મિતાના દર્શન થાય છે - सानुरागां स्त्रियं दृष्ट्वा, मृत्युं वा समुपस्थितम् । अविह्वलमनाः स्वस्थो, मुक्त एव महाशयः ॥ આગમન કરનાર અનુરાગિણી સ્ત્રી હોય કે મૃત્યુ હોય, જેના મનમાં કોઈ જ વિહ્વળતા નથી. જે પૂર્ણપણે સ્વસ્થ છે, એ મહાશય મુક્ત જ છે. સ્ત્રી / પુરુષ કે મૃત્યુનો સંબંધ દેહ સાથે છે, ને વિરાગી દેહાતીત આત્મદશાની અનુભૂતિ કરે છે. જેમાં કેવળ પૂર્ણતા છે. કહેવાતા સુખના સાધનો એમાં કાંઈ સુધારી કે ઉમેરી શકતા નથી અને કહેવાતા દુઃખના સાધનો એનું કાંઈ બગાડી શકતાં નથી કે કાંઈ ચોરી શકતાં નથી. અધ્યાત્મોપનિષદ્ આ જ વાત કહે છે – अखण्डानन्दमात्मानं विज्ञाय स्वस्वरूपतः । સુખનું પરમ રહસ્ય વિરાગી જાણે છે, કે “અખંડ આનંદની પૂર્ણતા છે વિરાગ. એ જ મારા આત્માનું સ્વરૂપ છે.” એ પરમાનંદની અનુભૂતિ જેને પળે પળે રોમાંચિત કરી રહી છે, એનું રુંવાડું બાહ્ય પદાર્થોથી શી રીતે ફરકી શકે ? ભીતરના અલૌકિક આત્મસ્વરૂપને જે અનિમેષપણે નીરખી રહ્યો છે, એની પાંપણો બાહ્ય રૂપને જોવા માટે શી રીતે ઊંચી થઈ શકે ?.. વૈરાણ્યિ તલાવથ . રૂપકોશા આજે પણ નાચી રહી છે. રાગી દુઃખી છે. વિરાગી સુખી છે. આપણે શું થવું, એ આપણા હાથની વાત છે. ३८
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy