SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જેના જીવનમાં શાસ્ત્ર કહેલું તત્ત્વ જીવંત બન્યું હોય, એનું નામ સંત. અધ્યાત્મોપનિષદ્ એ શુક્લ યજુર્વેદથી મહર્ષિએ કરી છે. સંસ્કૃતભાષામાં ‘અનુષ્ટુપ્’ સંબંધિત ગ્રંથ છે, જેની રચના અજ્ઞાત પૂર્વ છંદમાં રચાયેલા આ ગ્રંથમાં ૮૧ શ્લોકો છે. પૂર્વ મહર્ષિએ આ ગ્રંથમાં અધ્યાત્મનું અનુપમ અમૃત પીરસ્યું છે... વાસનાનુત્યો ભોયે... ગેરહાજર ભોગ્યની પણ તૃષ્ણા એ રાગીનું લક્ષણ છે. હાજર ભોગ્યની પણ ઉપેક્ષા એ વિરાગીનું લક્ષણ છે. મનુષ્યમાંથી ‘રાગ’ની બાદબાકી થાય, તો ભગવાન બાકી રહે છે. માટે જ વિરાગીને ભગવાનતુલ્ય કહેવામાં આવ્યા છે. નિરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન । ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન ॥ રાગી માત્ર ઉપલી સપાટીને જુએ છે. વિરાગી આરપાર જુએ છે. રાગી માત્ર વર્તમાનને જુએ છે. વિરાગી ત્રિકાળ જુએ છે. રાગીનું દર્શન અપૂર્ણ છે, વિરાગીનું દર્શન પૂર્ણ છે. રાગીને રૂપવતી યુવતી પર રાગ છે અને કુરૂપ વૃદ્ધા પર દ્વેષ છે. વિરાગીને બંને પ્રત્યે સમભાવ છે. વિરાગી સમજે છે કે એ બેમાંથી એક ઉપર પણ રાગ કરવા જેવો નથી, કારણ કે બંનેના દેહ અશુચિ છે. ને એ બંનેમાંથી એક્કે પર દ્વેષ કરવા જેવો નથી, કારણ કે બંનેના આત્મા પરમ પવિત્ર છે....વૈરાયસ્ય તદ્દાધિઃ । એક શ્રીમંતના નબીરાએ ખૂબ જ રૂપવતી કન્યા સાથે લવ-મેરેજ કર્યાં. ઘરની બહાર જાય, તો ય એની પત્નીના જ વિચારો કર્યા કરે...જ્યાં જુએ ત્યાં એ જ દેખાયા કરે. એ પાસે ન હોય ત્યારે એની ચિંતા સતાવ્યા કરે. ઘરે આઠ-દશ ફોન ન કરે ત્યાં સુધી ચેન ન પડે. ઘરે પાછો આવે ત્યારે પત્નીનો મોબાઈલ ચેક કરી લે. લગ્નને હજી એક વર્ષ થયું હતું, ને એવામાં એની પત્નીનો કાર-એકસીડેન્ટ થયો, સમાચાર મળ્યા ને યુવકના માથે જાણે વીજળી પડી. આઈ.સી.યુ.ની બહાર રડી રડીને એની આંખો સૂઝી ગઈ. બૂટના અવાજે એણે ઊંચું જોયું. ડૉક્ટરને જોતાની સાથે એ ડૉક્ટરના પગમાં પડી ગયો...“પ્લીઝ, સેવ માય વાઇફ...ડૉ. સાહેબ ! જે લેવું હોય લઈ લેજો....પણ હું એના વગર જીવી નહીં શકું...પ્લીઝ” ડૉક્ટરે આશ્વાસન આપ્યું. ટ્રીટમેન્ટ ચાલી. જીવ બચી ગયો. છ દિવસ પછી ચહેરા પરનો પાટો ખુલ્યો ને યુવાનના પગ તળેથી ધરતી સરકી ગઈ. કાંચની કરચોએ પત્નીના ચહેરાને બેહદ કદરૂપો લગાવી દીધો હતો. યુવાન સીધો બહાર નીકળી ગયો. ३६
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy