SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલદૃષ્ટિએ રાવણનો પરાજય શ્રીરામે કર્યો હતો. પણ સૂક્ષ્મદષ્ટિએ રાવણનો પરાજય સીતાજીએ કર્યો હતો. ને દૃષ્ટિને હજી સૂક્ષ્મ બનાવીએ તો પ્રતીત થાય છે, કે રાવણનો પરાજય રાવણે જ કર્યો હતો. કારણ કે રાવણ ખુદ એના વિષયાસક્ત મનને આધીન થયો હતો અને એણે જ વિનાશને નિમંત્રણ આપ્યું હતું. ઉપનિષદૂનું તત્ત્વજ્ઞાન કહે છે, કે વિશ્વમાં પ્રત્યેક આત્માની પોતાની રામાયણ હોય છે. જેમાં રાવણ થવું કે રામ એ એના હાથની વાત છે. વિષયોને આધીન થાય તો એ પોતે જ રાવણ અને વિષયોની ગુલામીથી મુક્ત થાય તો એ સ્વયં શ્રીરામ. રાવણ બંધન પામે છે ને શ્રીરામ મુક્તિ... વન્યાય વિષય મુવર્ચે નિર્વિયં મૃતમ્ | સંતની આંખો બંધ થઈ છે અને જિજ્ઞાસુની આંખો ખુલી ગઈ છે. સંત ફરી ધ્યાનમાં મગ્ન બન્યા છે અને જિજ્ઞાસુની આંખો એમના ચરણ પર અભિષેક કરી રહી છે. એ અશ્રુઓમાં હર્ષ પણ છે. કૃતાર્થતા પણ અને કૃતજ્ઞતા પણ. કારણ કે સંતે એને જે આપ્યું છે, એ સુધાનું સર્વસ્વ પણ છે અને અમરતાનું વરદાન પણ. ३४
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy